ડેડીયાપાડાના રાખસકુંડી પાસે ઈકો ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારતા એકનું મોત,બે મહિલાને ગંભીર ઇજા 

0
28

બાઈક ઉપર પત્ની અને બહેન સાથે જતા વ્યક્તિની બાઈકને ઈકો એ સામેથી અથાડી ત્રણેયને ફંગોળી દેતા પતિનું મોત પત્ની અને બહેનને ઇજા કરી ઈકો ચાલાક ફરાર 

રાજપીપળા : નર્મદા જિલ્લાના છેલ્લા પંદર દિવસથી એક બાદ એક અકસ્માતો થઈ રહ્યા છે જેમાં કેટલાય લોકોના મોત થયા છે જયારે અનેક લોકોને ગંભીર ઈજાઓ થઈ હોય વધુ એક અકસ્માત ડેડીયાપાડાના રાખસકુંડી પાસે બન્યો જેમાં એકનું મોત અને બે ને ઈજાઓ થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડાના ખૈડીપાડા ગામના શાંતિલાલ નાગજીભાઈ રોહિત (44) તેમની પત્ની ગીતાબેન અને બહેન બબલીબેન સાથે બાઈક નં.જીજે 19 કે 6856 લઈ કોઈ કામ અર્થે જતા હતા ત્યારે રાખસકુંડી પાસેની નર્સરી ના નાળા પાસે સામેથી પુરપાટ આવતી એક ઈકો ગાડી એ શાંતીલાલભાઈ રોહિત (પરમાર) ની બાઈકને સામેથી ટક્કર મારતા બાઈક સવાર ત્રણેય ફેંકાઈ જતા બાઈક હંકારતા શાંતીલાલ રોહિત તથા ગીતાબેન શાંતિલાલ રોહિત તથા બબલીબેન નાગજી રોહિતને ગંભીર ઈજા પહોંચાડી શાંતીલાલ રોહિતનું સ્થળ ઉપર મોત નિપજાવી તથા ગીતાબેન અને બબલીબેન ને ગંભીર ઈજાઓ પહોંચાડી ઈકો ગાડી લઈ નાસી જઈ ગુનો કરતા આ બાબતે ડેડીયાપાડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY