પાર્ટી મહાસચિવ અશોક ગેહલોત દ્વારા જાહેર કરાયેલી એક ચિઠ્ઠીમાં માહિતી અપાઈ
ન્યુ દિલ્હી,તા.૨૬
કોંગ્રેસ સંગઠનમાં મોટો બદલાવ કરતા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિગ્ગજ નેતા કમલનાથને મધ્યપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કર્યા છે. ૨૯ એપ્રિલના જનાક્રોશ રેલી પહેલા ઘણા રાજ્યોમાં આ પ્રકારના બદલાવ જાવા મળી શકો છો.
પાર્ટીના મહાસચિવ અશોક ગહલોતની તરફથી જારી કરવામાં આવેલી ચિઠ્ઠીમાં જણાવવમાં આવ્યુ છે કે કમલનાથને મધ્યપ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે જ્યોતિરાદિત્ય સિંઘિયાને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષના અતંમાં મધ્યપ્રદેશના વિધાનસભાની ચૂંટણી થઇ શકે છે. તમને જણાવી દઇએ કે, કમલનાથ પાસે હાલના સમયમાં હરિયાણા અને પંજાબનો પ્રભારી છે.
છેલ્લા કેટલાક સમયથી અટકી પડેલા કામને રાહુલે પુરૂ કરી દીધું છે. આ પહેલા દિગ્વિજય સિંહ સહિત વરિષ્ઠ નેતાઓએ કમલનાથના હકમાં રાય આપી દીધી હતી. કમલનાથે મધ્યપ્રદેશમાં આવતા હરિયાણામાં તેમની જગ્યા નવા પ્રભારીની નિમણૂક કરવામાં આવશે.
સૂત્રોનુસાર, દિગ્વિજય સિંહ અને સિંઘિયાની રાજકીય ટક્કરમાં રાહુલે કમલનાથના હકમાં આ નિર્ણય આપ્યો છે. પોતાની નર્મદા યાત્રા પહેલા જ દિગ્વિજય સિંહએ સિંઘિયા અને કમલનાથની હાજરીમાં સ્પષ્ટ કર્યુ હતુ કે, ”આમ તો કોઇ પદ આપવાની જરૂર નથી, તમામ નેતાઓ મળીને ચૂંટણી જીતે અને સરકાર બન્યા પછી રાહુલ નિર્ણય કરે.” જ્યારે રાહુલ ગાંધીએ તેમણે પૂછ્યુ કે, પહેલા કોઇની નિમણૂક કરવી હોય તો તેમનુ મંતવ્ય જણાવે તો આ અંગે દિગ્વિજય સિંહે જવાબ આપતા કહ્યુ કે, ”સિંઘિયા પાસે આગળ સમય છે, પરંતુ કમલનાથ પાસે આ અંતિમ મૌકો છે. આ માટે કમલનાથને સંપૂર્ણ સમર્થન છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







