ઉઠમણું કરનાર વેપારી સામે પોલીસ ફરિયાદ
સુરત, તા. ૨૩
અંબાજી ટેક્ષ્ટાઈર્લ્સ એજન્સીના વેપારીએ અનેક વેપારી સાથે ઠગાઈ કરી ઉઠમણું કર્યુ હતું.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભટાર રોડ ડી.કે. પાર્કમાં રહેતા કનૈયા બનવારીલાલ હરલાળકા એ આરોપી શ્રી નિવાસરાવ બોલ્લા પાંડુરંગ રાવ (અંબાજી ટેક્ષ્ટાઈર્લ્સ એજન્સી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદી તથા અન્ય વેપારી પાસેથી કુલ્લે રૂ. ૧૪,૯૫,૧૫૮ની કિંમતનો કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત – છેતરપિંડી કરી હતી.
સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



