ભરૂચ;
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ગતરાત્રે ટેન્કર અને મારૂતિ વાન વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં મારૂતિ ઈકો વાનમાં લાગેલ આગમાં બે ઇસમોના સળગી જવાથી મોત નીપજ્યા હતાં.


મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા માં વટારિયા કોલેજ ના વળાંક પાસે ગતરાત્રીના સમયે એક ટેન્કર નંબર જીજે,૦૬,એટી,૭૬૨૧ના ચાલકે પોતાના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં સામેથી આવતી મારૂતિ ઈકો વાન જીજે,૧૬,બીબી,૩૪૮૭ સાથે ધડાકા ભેર અથડાતાં એકા એક મારૂતિ ઈકો વાનમાં આગ લાગી ગઈ હતી જેમાં અંદર ની સાઈડ બેસેલ ધીરજ ગુમાન વસાવા, ઉ,વર્ષ,૪૫ તથા શિવા શના વસાવા ઉ,વર્ષ,૫૨ નાઓ સળગીને ભડથું થઈ ગયા હતાં અકસ્માત થતાની સાથેજ ટેન્કર ચાલાક જગ્યા પર થી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગની જાણ થતાંજ વાલિયા પોલીસ મથકના જવાનોએ જગ્યા પર પહોંચી ટેન્કર અને મારૂતિ ઈકો વાનને સાઈડ પર હટાવી ફરાર આરોપી ટેન્કર ચાલાકને પકડાવી કવાયત હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





