મુંબઇને પછડાટ આપવા માટે ચેન્નાઇ સુપર સંપૂર્ણપણે સજ્જ

0
114

(સંપૂર્ણસમાચાર સેવા)
પુણે,
હાઇ પ્રોફાઇલ ઇન્ડીયન પ્રિમિયર લીગ-૧૧માં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. આના ભાગરૂપે હવે આવતીકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડીયન વચ્ચે જંગ ખેલાશે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપરની ટીમ જારદાર ફોર્મમાં હોવાથી તેને ફેવરીટ તરીકે ગણવામાં આવે છે. જા કે રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇ પાસે પણ કેટલાક ધરખમ ખેલાડી હોવાથી આ મેચ રોમાંચક બની શકે છે. મુંબઇ આઇપીએલ-૧૧માં ફલોપ છે. વર્તમાન ચેમ્પિયન ટીમે છ મેચો પૈકી માત્ર એક મેચમાં જીત મેળવી છે. પોઇન્ટ ટેબલમાં તે છેલ્લાથી બીજા સ્થાને છે. તેની પાસે હવે વાપસી કરવાની તક ખુબ ઓછી રહેલી છે. છતાં મેચમાં જારદાર દેખાવ કરવા માટે ટીમ તૈયાર છે. બીજી બાજુ ચેન્નાઇમાં તમામ શાનદાર ફોર્મમાં છે. જેમાં શેન વોટ્‌સન, ડેવેન બ્રાવો, બિલિંગનો સમાવેશ થાય છે. રાયડુ પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આઇપીએલની એક બે મેચો સિવાય તમામ મેચોમાં જારદાર રોમાંચ રહ્યો છે અને મેચો અંતિમ ઓવર સુધી પહોંચી છે. આવી Âસ્થતિમાં આવતીકાલે પણ રોમાંચક મેચ રહી શકે છે. મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. હજુ સુધી ૨૪ મેચો રમાઇ ચુકી છે. ઇન્ડીયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો સાતમી એપ્રિલથી શરૂ થઇ હતી. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. વખતે અનેક સ્ટાર ખેલાડી હાલમાં ઘાયલ હોવાથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જારદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવામળી રહી છે. વર્તમાન આઇપીએલમાં સૌથી વધારે છગ્ગા લાગ્યા છે. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નથી. ધોની શાનદાર ફોર્મમાં આવી ગયા બાદ હવે તમામ કરોડો ચાહકો તેના પર નજર રાખી રહ્યા છે. વર્તમાન આઇપીએલમાં ધોનીએ જારદાર બેટિંગ કરી છે. છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ સામે ધોનીએ જે બેટિંગ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી તે જાતા ધોનીના ચાહકો ભારે રોમાંચ અનુભવ કરી રહ્યા છે. વિશ્વના સૌથી શાનદાર મેચ ફિનિશર તરકેની તેની ગણતરી ધોનીએ યોગ્ય સાબિત કરી બતાવી છે. રોહિત શર્માની ટીમની કસૌટી થનાર છે. આ ટીમમાં પણ હાર્દિક પંડ્યા, લેવિસ , પોલાર્ડ જેવા ખેલાડી છે. આ ઉપરાંત તેની પાસે જશપ્રીત બુમરાહ જેવો બોલર છે. જે મેચ વિનર બની શકે છે.
ચેન્નાઈ સુપર ઃ આસિફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહેર, ધોની (કેપ્ટન), પ્લેસીસ, હરભજન, તાહીર, જાડેજા, જાધવ, જગદીશન, શર્મા, મોનુ કુમાર, લુંગીગીડી, રૈના, રાયડુ, સેન્ટનર, શેઠ, શર્મા, સોરે, ઠાકુર, વિજય, વોટસન, વુડ
મુંબઇ ઇÂન્ડયન્સ ઃ બુમરાહ, ચહેલ, કમિન્સ, કટિંગ, ધનંજયા, બિન્ની, લાડ, લેવિસ, લુંબા, મેકક્લાઘન, માર્કંડે, મોહસીન ખાન, રહેમાન, નિદેશ, હાર્દિક પંડ્યા, કેએચ પંડ્યા, પોલાર્ડ, રોય, સાંગવાન, રોહિત શર્મા (કેપ્ટન), તેજેન્દરસિંહ, એપી તારે, તિવારી યાદવ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY