સાગબારાની ચિકાલી ફાટક પાસેથી કવીક રિસ્પોન્સ ટીમે 25 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો,ગાડીનો ચાલક ફરાર …!!

0
161

રાજપીપલા: નર્મદા પોલીસ ની કવિક રીસપોન્સ ટીમના પી એસ આઈ કે .કે .પાઠકે બાતમીના આધારે શનિવારે રાત્રે સાગબારા ની ચિકાલી ફાટક પાસે વોચ ગોઠવી બાતમી વાળી એક લાલ કલરની ગાડી નં જી .જે.5 9293 ને અટકાવી તપાસ કરવા જતા ગાડીનો ચાલાક પોલીસ ની નજર સામે બાજુના કોતર માંથી અંધારા નો લાભ લઈ ભાગવામાં સફળ રહ્યો હતો જોકે પોલીસે તેનો પીછો કર્યો પરંતુ રાત્રીના અંધારા માં તે પોલીસ ના હાથે ન ચડ્યો ત્યારે પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીની સીટ નીચે અને પાછળની  ડિકીમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં 200 નંગ ઇંગલિશ દારૂના ક્વાંટરીયા જેની કિંમત 10,000/- રૂપિયા અને 60 નંગ વિદેશી દારૂના બોટલ જેની કિંમત 15,000/- રૂપિયા જયારે ગાડી ની કિંમત 25,000/- રૂપિયા મળી કુલ રૂપિયા 50 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ફરાર ચાલાક ની શોધખોળ શરૂ કરી હતી આ સમગ્ર કેસ ની કામગીરી કવિક રીસપોન્સ ટીમના પી એસ આઈ કે. કે.પાઠકે અને તેમની ટીમે સંભાળી હતી.

રિપોર્ટર,નર્મદા

ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY