સૂરતઃ
રાજય સરકાર દ્વારા આગામી તા.૧લી મેના ગુજરાત સ્થાપના દિનના અવસરે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં આવેલા તળાવો અને જળ સ્ત્રોતોને ઉંડા ઉતારવાની ઝુંબેશનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં આ અભિયાન ૧લી થી તા. ૩૧ મી મે દરમિયાન સતત એક મહિના દરમિયાન જિલ્લામાં પણ તળાવો ઉડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાસયોને ઉડા કરવા ઉપરાંત નહેરોની મરામત, વન તલાવડ, ચેકડેમોની મરામત, નદીઓને પુનઃજીવીત કરવી જેવા અનેક જનજાગૃતિની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
સુરત જિલ્લાની સુરત સિંચાઈ વર્તુળ દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પાંચ ગામના સરકારી તળાવોને ૧૧.૧૦ લાખના ખર્ચે અંદાજે ૩૯,૮૭૦ ઘન મીટર માટીનો જથ્થાને ખોદકામ કરીને કાઢવામાં આવશે. વાડી ગામે ૨.૭૭ લાખના ખર્ચે ૯૯૦૦ ઘન મીટર, નસારપોર ગામે રૂા.૨.૦૨ લાખના ખર્ચે ૭૨૯૦ ઘન મીટર, વહાર ગામે ૨.૨૭ લાખના ખર્ચે ૮૧૦૦ ઘન મીટર, ઉભારીયા ગામે ૨.૦૨ લાખના ખર્ચે ૭૨૯૦, ચોખવાડા ગામે ૨.૦૨ લાખના ખર્ચે ૭૨૯૦ જેટલો માટીનો જથ્થો તળાવોમાંથી કાઢીને ઉડા કરવામાં આવશે.
વન વિભાગ દ્વારા ઉમરપાડા અને વડપાડા ગામે છ જેટલી વન તલાવડીઓમાંથી રૂા.૬ લાખના ખર્ચે ૧૮૦૦૦ ઘન મીટર માટીનો જથ્થો ખોદકામ કરીને માટીનો જથ્થો કાઢવામાં આવશે.
જયારે જિલ્લા પંચાયતના દ્વારા ઉમરપાડા તાલુકા સહિતના ૧૦ ગામો ૪૮.૭૦ લાખના ખર્ચે તળાવ સુધારણાના કામો હાથ ધરવામાં આવશે. જેમા ઉમરપાડા, વાડી, નસારપુર, સરવાણફોકડી, વેલાવી, વડગામ, ઉમરખાડી, ધાણાવડ, નાનસુતખકડા, ચોખવાડા ગામે રૂા.૫-૫ લાખના ખર્ચે ૧૦ તળાવ સુધારણાના કામો હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત ઉકાઈ વર્તુળ દ્વારા ઉમરપાડાના બરડીપાડા, ચીમીપાતળ, વૈજાલી, ચાવડા ગામે ૧૫ લાખના ખર્ચે ચેકડેમો રીપેરીગના કામો હાથ ધરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





