ઇસ્લામાબાદ,તા.૨૭
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કેટલાંક સ્થાનિક લોકો એ ઔકાફ વિભાગના અધિકારીઓને કથિત મૌન સહમતિથી સદીઓ જૂના ગુરૂનાનક મહેલનો એક મોટો હિસ્સો તોડી પાડ્યો છે. તેની કિંમતી બારીઓ અને દરવાજાઓ વેચી દીધા. ડોન સમાચાર પત્રના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર આ ૪ માળની બિલ્ડિંગની દિવાલો પર શીખ ધર્મના સંસ્થાપક ગુરૂનાનક દેવ સિવાય હિન્દુ શાસકો અને રાજકુમરોની તસવીરો પણ હતી.
રિપોર્ટ અનુસાર એવું કહેવાય છેકે બાબા ગુરૂ નાનક મહેલ ૪ સદી પહેલાં બનાવાયો હતો અને તેમાં ભારત સહિત દુનિયાભરમાંથી શિખ આવતા હોય છે. તેમાં કહ્યું છે કે પ્રાંતીય રાજધાની લાહોરથી અંદાજે ૧૦૦ કિલોમીટર દૂર આવેલા નારોવાલ શહેરમાં બનેલા આ મહેલમાં ૧૬ રૂમ હતા અને દરેક રૂમમાં ઓછામાં ઓછા ૩ નાજુક દરવાજા અને ઓછામાં ઓછા ૪ રોશનદાન હતા. રિપોર્ટમાં કહ્યું છે કે ઓકાફ વિભાગના અધિકારીઓના કથિત મૌન સહિતથી સ્થાનિક લોકોના એક ગ્રૂપે મહેલને આંશિક રીતે ધ્વસ્ત કરી દીધો અને તેની કિંમતી બારીઓ, દરવાજા અને રોશનદાન પણ વેચી દીધા.
અશરફે કહ્યું કે પ્રભાવશાળી લોકોએ ઓકાફ વિભાગની મૌન સહમતિથી ઇમારતને ધ્વસ્ત કરી દીધી અને તેની કિંમતી બારીઓ, દરવાજો, રોશનદાન, અને લાકડા વેચી દીધી.
નરોવાલના ઉપાયુક્ત વહીદ અસગરે કહ્યું કે રાજસ્વ રેકોર્ડમાં આ બિલ્ડિંગનો કોઇ ઉલ્લેખ નથી. ઇટીપીબી સિયાલકોટ ક્ષેત્રના રેન્ટ કલેકટર રાણા વહીદે કહ્યું કે અમારી ટીમ ગુરૂ નાનક મહેલના સંબંધમાં તપાસ કરી રહ્યા છીએ. આ સંપત્તિ ઇટીપીબી ની છે તો તેમાં તોડફોડ કરનારાઓની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે. વિસ્તારના લોકોએ વડાપ્રધાન ઇમરાન ખાન સાથે તોડફોડ માટે જવાબદાર લોકોની વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




