અગ્નિકાંડની પ્રત્યક્ષદર્શી શિક્ષિકાનો ઘટસ્ફોટઃ ૩ વર્ષથી સબ સ્ટેશનમાં તણખા ઝરતા’તા

0
8

સુરત,તા.૨૭
સુરતની આગની ઘટનામાં એક ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ ઘટસ્ફોટમાં તંત્રની પોલ ખૂલી ગઇ છે. સુરતમાં જ્યારે આ ઘટના બની ત્યારે તક્ષશિલા આર્કેટના પ્રથમ માળે શિક્ષિકા કૃપાલી સહિત ૧૦ વિદ્યાર્થીઓ ફસાયા હતા. બિÂલ્ડંગમાં આગ નીચે રહેલા વીજ સ્ટેશનમાં તીખારા થવાના કારણે લાગી હતી.
આગમાં ફસાયેલા પ્રત્યક્ષદર્શી કૃપાલીએ આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા ૩ વર્ષથી સબ સ્ટેશનમાં તીખારા થતા હતા. ત્યાં અનેક વાર તંત્રને ફરિયાદો કરવા છતાંયે કોઈ કાળજી લેવામાં આવતી નહોતી. ચોમાસાની સિઝનથી અહી અવારનવાર તીખારા થતાં હતા. તંત્રએ અહીં વીજ સ્ટેશનમાં નીચે ખોદકામ કરીને વાયરો ખુલ્લા છોડી દીધા હતા, જેના કારણે આ ઘટના બની હતી અને તેમાં ૨૩ બાળકોને જીવ ખોવાનો વારો આવ્યો હતો.
આગમાં ફસાયેલા પ્રત્યક્ષદર્શી કૃપાલીએ વધુમાં આરોપ લગાવતા જણાવ્યું હતું કે, જ્યારે અહીં વીજ સ્ટેશનમાં આગ લાગી ત્યારે અમે અનેક વખત ફાયર બ્રિગેડમાં ફોન કર્યા હતા. પરંતુ અમને અનેક સવાલો પુછવામાં આવતા હતા. ફાયરના અધિકારીઓ આગ કેવી રીતે લાગી, કેમ લાગી, કેટલા લોકો ફસાયા છે. તેવા સવાલો પુછ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY