અમેરિકામાં ભારતીય મહિલાને દિવ્યાંગ પુત્રથી અલગ કરાતા વિવાદ

0
196

ટ્રમ્પ પ્રશાસનના વિવાદિત નિર્ણયના કારણે
વાશિંગ્ટન,તા.૩૦
અમેરિકાએ મેક્સિકો સીમા પાર કરીને આવતા લોકોને તેમના બાળકોથી અલગ કરવાની ઘટનામાં એક ભારતીય મહિલા પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.આ મહિલાને તેના પાંચ વર્ષના દિવ્યાંગ દીકરાથી અલગ કરીને મહિલાની અટકાયત કરી લેવામાં આવી છે. મંગળવારે એરિજાના કોર્ટે ૧૦ હજાર ડોલર (રૂ. ૬ લાખ)ના બોન્ડ પર મહિલાને જામીન અપાવ્યા હતા. જોકે હજુ તે માહિતી મળી નથી કે, મહિલા તેના દીકરાને મળી શકી છે કે નહીં.
વોશિંગ્ટન પોસ્ટના આધારે જણાવ્યું છે કે, દીકરાને છોડ્યા પછી ભાવના પટેલની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. તે કોર્ટ રૂમમાં જેલના ગ્રીન કલરના કપડાં પહેરીને માથું ઝુકાવીને બેઠી હતી. તેમના વકીલ અલિંકા રોબિન્સે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમના દીકરાની તબિયત પણ ઠીક નથી.
ભાવના હૈદરાબાદથી ગ્રીસ, ત્યાંતી મેક્સિકો અને પછી અમેરિકા પહોંચી હતી. જાકે મહિલાની ધરપકડ ક્યારે કરવામાં આવી હતી તે વિશેની હજુ કોઈ ચોકક્સ માહિતી મળી નથી. અમેરિકામાં ગેરકાયદેસર રીતે દાખલ થતા લોકો સામે ટ્રમ્પે લીધેલા કડક પગલાં પછી અંદાજે ૨૩૦૦ બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરવામાં આવ્યા છે. આ મામલે ૨૦૦થી વધારે ભારતીયોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમાં મોટા ભાગના ગુજરાત અને પંજાબના છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY