પોઇચા પુલ ના બીજા છેડે આવેલા દરિયાપુર પાસે રીક્ષા પલ્ટી ખાતા એક મહિલાનુંું મોત,એક બાાળકી અને મહિલાને ગંભીર ઇજા 

0
60

રાજપીપલા નો ભોઈ પરિવાર સંખેડા ખાતે લગ્ન પતાવી પરત રિક્ષામાં રાજપીપલા આવતા અકસ્માત થયો

108 દ્વારા તાત્કાલિક મોટા ફોફળિયા આરોગ્ય કેન્દ્ર માં ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોોત

રાજપીપલા: રાજપીપલા થી છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા ખાતે લગ્ન પ્રસંગ માં ગયેલા ભોઈ પરિવાર ને નર્મદા ના પોઇચા પુલ પેહલા આવતા દરિયાપુર ગામ પાસે અકસ્માત થતા એક મહિલાનું મોત થયું હતું જયારે એક બાળકી અને મહિલાને ગંભીર ઈજાઓ થતા વડોદરા લઈ જવાયા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપલા માં રહેતા ભોઈ પરિવાર ના રોહિણીબેન સંજયભાઈ ભોઈ અને પીનુંબેન રોહિતભાઈ ભોઈ સાથે પીનુંબેન ની 8 વર્ષ ની બાળકી આરતી રોહિત ભોઈ સંખેડા ખાતે લગ્ન પતાવી પરત રીક્ષા માં રાજપીપલા આવતા હતા ત્યારે નર્મદા નદી પર ના પોઇચા પુલ પેહલા આવતા દરિયાપુર ગામ પાસે અચાનક રીક્ષા રોડ પર પલ્ટી ખાઈ જતા બુમરાણ  મચી જવા પામી હતી ત્યારે માર્ગ પર થી પસાર થતા લોકોએ મદદ કરી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને બોલાવતા ત્રણેય ઇજાગ્રસ્તો ને નજીકના ફોફળિયા આરોગ્ય કેન્દ્ર માં લઈ જવાય હતા જ્યાં સારવાર દરમિયાન પીનુંબેન રોહિતભાઈ ભોઈ (35) નું મોત થયું હતું જયારે એમની આઠ વર્ષ ની પુત્રી આરતી અને રોહિણીબેન ભોઈ ને ફોફળિયા થી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હોવાનું 108 ની ટિમ દ્વારા જાણવા મળ્યું છે.જોકે રીક્ષા ના ચાલકને પણ ઇજા થઈ હતી પરંતુ એ બાબતે કોઈ ખાસ માહિતી મળી ન હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY