સટ્ટાબાજીના મામલે પેમેન્ટ સોમવારના દિવસે કરાય છે

0
85

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,તા. ૨૮
ઇન્ડિયન પ્રિમિયર લીગમાં છેલ્લા એક સપ્તાહમાં સટ્ટોડિયાઓને ભારે નુકસાન થયુ છે. વિશ્વસનીય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ૨૦મી એપ્રિલ બાદથી બુકીજ અથવા તો સટ્ટોડિયાઓ કરોડો રૂપિયા પન્ટરોથી હારી ગયા છે. આઇપીએલની શરૂઆત સાતમી એપ્રિલના દિવસે થયા બાદ એક પછી એક રોમાંચક મેચો રમાઇ રહી છે. શરૂઆતની ૧૨થી ૧૩ મેચોમાં સટ્ટોડિયાઓને જંગી આવક થઇ હતી. જા કે મોડેથી તેમને નુકસાન થવાની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં પરિણામ અપેક્ષા મુજબ રહ્યા બાદ હવે પરિણામ તેમની ઇચ્છા મુજબ આવી રહ્યા નથી જેના કારણે તેમને ભારે નુકસાન થઇ રહ્યુ છે. તેમની તિજોરી પણ ખાલીખમ થઇ રહી છે. એક સુત્રે માહિતી આપતા કહ્યુ છે કે જે નાના બુકી એક લાખ રૂપિયાથી ઉપરના ભાવ લેતા નથી તેવા નાના બુકી સટ્ટાના ખેલને રોકી ચુક્યા છે. જે મોટા સટ્ટોડિયા છે જે આર્થિક રીતે મજબુત છે તેઓ હજુ પણ હારેલી બાજી જીતવા માટેની આશા રાખે છે અને સટ્ટો લગાવી રહ્યા છે. આ પ્રકારના અમીર સટ્ટોડિયા પુરતા પ્રમાણમાં પૈસા લગાવી રહ્યા છે. આઇપીએલમાં સામાન્ય રીતે શનિવાર અને રવિવારના દિવસે બે મેચો રમાય છે. સપ્તાહના અન્ય પાંચ દિવસ દરમિયાન દરરોજ એક એક એક મેચ રમાય છે. સટ્ટોડિયા અને પંટરોમાં કોણ હારી રહ્યા છે અને કોણ જીતી રહ્યા છે તે બાબત હજુ સ્પષ્ટ થઇ નથી. જા કે આ બાબત મેચ પૂર્ણ થયાના પાંચ મિનિટની અંદર જાણવા મળે છે.
હવે સટ્ટાબાજી પણ સંપૂર્ણપણે ડિજિટલ બની ગઇ છે. જા કે હારેલી વ્યક્તિ અથવા તો જીતેલી વ્યક્તિ એજ દિવસે પેમેન્ટ કરતી નથી. પેમેન્ટ માટે સોમવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. સટ્ટોડિયા આના માટે પોતાના કર્મચારીઓ રાખે છે. જા સટ્ટોરી હારી જાય છે તો તેમની વ્યક્તિ પેમેન્ટ આપવા માટે આવે છે અને જા જીતે છે તો તેની વ્યક્તિ પેમેન્ટ લેવા પહોંચે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY