સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જીલ્લામાં પ્રોહી / જુગાર ની ગે.કાયદેસર પ્રવુતિ સદંતર બંધ કરાવવા સુચના આપતા એલ.સી.બી. પો. ઇન્સ. શ્રી એન.કે. વ્યાસ ના ઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો. સબ ઇન્સ. આર.ડી.ગોહિલ, તથા હેડ.કોન્સ.કિશોરભાઈ પારધી,તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તથા પો.કોન્સ.વિજયસિંહ રાણા, વિગેરે એલ.સી.બી. સુરેન્દ્રનગર સ્ટાફના માણશોએ બાતમી હકીકત મેળવી વઢવાણ પીર વડલા પાસે વરલી મટકાનો જુગાર રમતા ઇસમ મહેશભાઈ બાબુભાઈ સોલંકી , રહે.વઢવાણ, વાળા ને પકડી પાડી ને તેના કબ્જા માંથી વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડી રોકડ રૂ. ૭૫૭૦ /- તથા વરલી સાહિત્ય ફી . રૂ. ૦૦/૦૦ તથા મોબાઈલ નંગ : ૨ ( બે) કી.રૂ. ૫૫૦૦/- મળી કુલ રૂ. ૧૩૦૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી વઢવાણ પોલીસ સ્ટેશન કાયદેસર ની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી.
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬ / ૭૦૧૬૧ ૭૦૮૪૪
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




