કલેકટર ચાર અધિકારીની તપાસ કમિટીની રચના કરી : આવતા માસે અહેવાલ તપાસનો અહેવાલ સુપરત કરવા સૂચના

ભુજની આન-બાન અને શાન સમા હમીરસર તળાવમાં તાજેતરમાં કરોડોના ખર્ચ બ્યુટીફિકેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.બ્યુટીફિકેશના કામ શરૂ કરવાની સાથે જ તેમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો. આથી જાગૃત નાગરિક દ્વારા ભુજની કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેની વધુ સુનાવણી આગામી તારીખ ૧૧ જુલાઇના રોજ રાખવામાં આવી છે. દરમિયાનમાં જાણીતા આર.ટી.આઈ એક્ટિવિટસ હુસેન થેબા દ્વારા જિલ્લા કલેકટરના જિલ્લા સ્વાગત નિવારણ હેઠળ કરવામાં આવી હતી.
આ અરજીના અનુસંધાને બ્યુટીફીકેશનના કામમાં ગેરરીતિ અંગે તટસ્થ તપાસ થાય તેવા હેતુથી જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા ચાર વરિષ્ઠ અધિકારીની તપાસ સમિતિ માટે નિમણૂક કરવામાં આવી છે. જેમાં ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઓફિસર, કાર્યપાલક ઇજનેર સિંચાઈ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન અને કાર્યપાલક પાણી પુરવઠા બોર્ડ એમ ચાર અધિકારીની તપાસ સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે. ચાર અધિકારી દ્વારા બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવ્યું છે અને તેમાં ગેરરીતિ આચરવામાં આવી છે કે, નહીં તેની તપાસ ચાર અધિકારી દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ તેનો અહેવાલ જિલ્લા કલેકટરને સુપરત કરવામાં આવશે. અહેવાલ બાદ કલેક્ટર આ અંગે યોગ્ય પગલાં ભરશે.

રિપોર્ટર : ગૌતમ બુચિયા
મો.૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





