દુષ્કર્મ કેસ : આરોપી નારાયણ સાંઈનું મેડિકલ પરીક્ષણ કરાયું

0
77

સુરત,
તા.૨૮/૪/૨૦૧૮

દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈને શનિવારે મેડિકલ તપાસ માટે સુરતની સિવિલ હોસ્પટલમાં લાવવામાં આવ્યો હતો. નારાયણ સાંઈ હાલમાં સુરતની એક યુવતીના બળાત્કારના કેસમાં લાજપોર જેલમાં છેલ્લા ચાર વર્ષથી બંધ છે. પોલીસ આજે સવારે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેને લઈને સુરત સિવિલ પહોંચી હતી. અહીં તેને વિવિધ વિભાગોમાં લઈ જવામાં આવ્યો હતો, અને વિવિધ મેડિકલ પરીક્ષણ કરાયા હતા.

મીડિયાને જાઈને તેની સાથે વાત કરવા માટે તલપાપડ બનતા નારાયણ સાંઈને આ વખતે પોલીસે મીડિયાથી દૂર રાખ્યો હતો. સુરત સિવિલ આવી પહોંચેલા નારાયણ સાંઈનો જ્યારે મીડિયાએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કોઈ સવાલના જવાબ આપ્યા ન હતા. નોંધનીય છે કે બળાત્કારના કેસમાં આસારામને જેલની સજા પડ્યા બાદ પોલીસે નારાયણ સાંઈની સુરક્ષા વધારી દીધી છે. પોલીસને એવો અંદાજ હતો જ કે મીડિયા સાંઈને આ અંગે સવાલ કરશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY