સિંગાપુર, તા.૧૨
દુનિયાની સૌથી લાંબી ઉડાણ માટે સિંગાપુર એરલાઈન્સની ફ્લાઈટે ચાંગી એરપોર્ટથી ઉડાણ ભરી છે. આ ફ્લાઈટ ન્યુયોર્ક સુધીની ૧૬૭૦૦ કિલોમીટરનુ અંતર આશરે ૧૯ કલાકમાં પુરુ કરશે. સિંગાપુર એરલાઈન્સ દુનિયાની પ્રથમ એરલાઈન્સ છે જે આ એરબસ એ૩૫૦-૯૦૦યુએલઆર શરુ કરી રહી છે. જેમાં ૧૬૧ મુસાફરો યાત્રા કરી શકે છે, જેમાંથી ૬૭ બિઝનેસ ક્લાસમાં, ૯૪ પ્રીમિયમ ઈકોનોમી ક્લાસમાં સવાર હશે. આ ફ્લાઈટમાં રેગ્યુલર ઈકોનોમી ક્લાસ નથી.આ ફ્લાઈટમાં બે પાયલટ, એક સ્પેશિયલ વેલનેસ મેન્યુ અને ફિલ્મ અને ટીવી એન્ટરટેઈનમેન્ટ માટે યાત્રિકો પાસે ઘણા બધા વિકલ્પો હશે. લગભગ ૧૯ કલાકની આ ફ્લાઈટમાં કેબિન ક્રૂનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે, જેથી તેમના પર કોઈ વધુ દબાવ ન રહે. ફ્લાઈટમાં ૨ ફર્સ્ટ ઓફિસરની સાથે ૧૩ કેબિન ક્રૂ સભ્ય હશે. બન્ને જ પાયલટ પાસે ૮ કલાકનો સમય આરામ માટે હશે. ટિવચ એન્જિન પ્લેનમાં અત્યાધુનિક સિસ્ટમ હશે, જેનાથી ઈંધણનો વપરાશ આજ આકારના બીજા વિમાનથી ૨૫ ટકાથી પણ ઓછો રહેશે. ફ્લાઈટ જા સામાન્ય ઝડપથી ચાલે અને હવામાનમાં કોઈ અડચણ ઉભી ન થાય તો ૧૮ કલાક અને ૪૫ મિનિટમાં ન્યુયોર્ક સુધીની યાત્રા પૂરી કરી લેશે. જાકે પાયલટ પાસે રીઝર્વમાં ૨૦ કલાક સુધી સતત ઉડાણ ભરતા રહેવાનો પણ વિકલ્પ છે. આ પહેલા ઓકલેન્ડથી દોહાની ફ્લાઈટ પાસે ૧૭ કલાક ૪૦ મિનિટ સાથે આ રેકોર્ડ સુરક્ષિત
હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




