ન્યુ દિલ્હી,
તા.૨૯/૪/૨૦૧૮
કોંગ્રેસે રાજધાનીમાંના ઐતિહાસિક લાલ કિલ્લાની જાળવણીનું કામ ખાનગી જૂથ – ડાલમિયા ભારત ગ્રુપ્ને આપવા સામે સવાલ ઉઠાવ્યો હતો. અગાઉ, પર્યટન મંત્રાલયે એડપ્ટ હેરિટેજ પ્રોજેક્ટ હેઠળ લાલ કિલ્લાની જાળવણીનું કામ ડાલમિયા ભારત ગ્રુપ્ને આપતો સમજૂતી કરાર કર્યો હતો.
ડાલમિયા ભારત ગ્રુપ આ સમજૂતી કરાર હેઠળ લાલ કિલ્લાની જાળવણી કરશે, તેની આસપાસ પાયાની માળખાકીય સુવિધા ઊભી કરશે અને આ હેતુસર પાંચ વર્ષમાં રૂપિયા પચીસ કરોડ ખચર્શિે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર ઐતિહાસિક સ્મારક ખાનગી વ્યાપારી જૂથને સોંપી રહી છે. શું સરકાર પાસે ભંડોળ નથી? શું આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડયાની પાસેનું ભંડોળ ખૂટી ગયું છે?
આ પ્રોજેક્ટ માટે ઇન્ડયા ઍરલાઇન્સ અને જીએમઆર ગ્રુપ પણ સ્પધર્ કરી રહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







