બ્રિટનના લોકો પણ દિલ્હી જેવું પ્રદૂષણ અનુભવી રહ્યા છે..!!

0
16

લંડન,
તા.૨૯/૪/૨૦૧૮

બ્રિટનમાં વાયુ પ્રદુષણના વધતા સ્તરથી લોકોને જાગ્રુત કરવા માટે અનોખી રીત અપનાવી છે. લંડન શહેરમાં આવા “પોલ્યુશન પોડ” લગાવવામાં આવ્યા છે જેનાથી નવીદિલ્હી સહિત દુનિયાના સૌથી વધારે પ્રદૂષિત પાંચ શહેરોનું વાયુ પ્રદૂષણ અનુભવી શકાય છે. બ્રિટનના કલાકાર માઇકલ પિન્સેએ એર ફિલ્ટર સંબંધિત કંપની એરલેબ્સની સાથે મળીને આ પોડ બનાવ્યા છે.

મોટી સંખ્યામાં લોકોએ પોડની અંદર જઇ નવી દિલ્હીના વાતાવરણનું પ્રદૂષણ ,સાઓ પાઉલોમાં ઇથેનોલનું વધેલ સ્તર વગેરેનો અનુભવ કર્યો છે. દરેક શહેર માટે જુદા-જુદા પોડ બનાવવામાં આવ્યાં છે. માઇકલે સુરક્ષિત રસાયણો દ્વારા દરેક પોડમાં શહેરની પરિસ્થતિ પ્રમાણે વાયુ પ્રદૂષણનું સેમ્પલ તૈયાર કર્યું છે. જે શહેરોનું પોડ બનાવવામાં આવ્યું છે તેમાં નવી દિલ્હી, ચીનનું બેઇજિંગ, બ્રાઝિલનું સાઓ પાઉલો, લંડન અને નોર્વેનું ટોટ્રા આઇલેન્ડ સામેલ છે.

પોડમાં આવેલ લોકોએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના અનુભવો શેર કર્યા છે. એક મહિલાએ ટ્‌વટર પર લખ્યું છે કે નવી દિલ્હીની તો પરિસ્થતિ એટલી ખરાબ છે કે તેના પોડમાં જવાથી લોકો બચે. પરંતુ દુઃખની વાતતો એ છે કે નવી દિલ્હીના રહેવાસી રોજ આવી સ્થતિઓનો સામનો કરી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY