સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આજરોજ પૂનમના તહેવાર નિમિતે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવતા ભીડ જામેં છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા બહારથી ચાલીને આવતા યાત્રાળુઓ માટે રોડ ઉપર તથા તળેટી વિસ્તાર તેમજ મંદિરના પગથિયાં સહિતના તમામ જગ્યાએ લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પો.ઇન્સ. પી.ડી.પરમાર સહિતના સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલિંગ તથા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. આ બંદોબસ્ત માં રાઉન્ડ ધી કલોક પો.ઇન્સ., પોસઈ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા જીઆરડી સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવવામાં આવેલ હતો. અહીં આવતા, યાત્રાળુઓ માટે દિવસ તથા રાત્રી દરમિયાન હાઇવે ઉપર પણ ખાસ પ્રકારની પેટ્રોલિંગ ગોઠવવામાં આવતા, ચાલુ સાલે કોઈ અકસ્માત કે અઇચ્છનીય બનાવ બનેલ નથી. પોલીસના સઘન પેટ્રોલિંગ અને ચેકીંગના કારણે દર્શનાર્થે આવતા યાત્રાળુઓના માલ સામાનની ચોરીના બનાવો પણ બનેલ નથી.
વધુમાં, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. પી.ડી.પરમાર, પો.સ.ઇ. સી.એચ.માઢક, હે.કો. હરદેવસિંહ, વિભાભાઈ, વસંતભાઈ, ઘનશ્યામભાઈ, સરદારસિંહ, સહિતના સ્ટાફ દ્વારા બહારગામથી આવતા યાત્રાળુઓ માટે ગરમીની ઋતુમાં છાસ કેન્દ્ર ખોલી, યાત્રાળુઓને માટે સવારથી છાસની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ચોટીલા પોલીસ દ્વારા યાત્રાળુઓ માટે છાસ કેન્દ્ર ખોલી, ઠંડી છાસનું વિતરણ કરવામાં આવતા, યાત્રાળુઓએ છાસનો લાભ લઈને શીતળતા અનુભવી હતી.પૂનમના તહેવારમાં આવેલ લાખો યાત્રાળુઓએ છાશ કેન્દ્રનો લાભ મેળવી, ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવેલ ઠંડી છાસની વ્યવસ્થાની પ્રશંશા કરવામાં આવેલ હતી.
આમ, ચોટીલા પોલીસ દ્વારા પોતાની બંદોબસ્તની ફરજની સાથે સાથે છાસ કેન્દ્ર ખોલી, સેવાનું કામ કરી, સુરક્ષા સાથે સેવાને જોડી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરેલ છે. ચોટીલા પોલીસની આ સેવાની પહેલની ઠેરઠેર પ્રશંશા થઈ રહેલ છે.

રિપોર્ટર દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






