ન્યુ દિલ્હી,
તા.૬/૩/૨૦૧૮
બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જતી ટ્રક બ્રીજ નીચે ખાબકતાં મોટી કરૂણાંતિકા ઘટી છે. આ અકસ્માતમાં ૨૫ જાનૈયાઓના મોત નિપજ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ આ ગમખ્વાર અકસ્માત અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી મૃતકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. સાથે જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેવી પણ પ્રાર્થના કરી છે. આ ઉપરાંત અન્ય એક ટ્વીટમાં બિહારમાં થયેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી આ અકસ્માત અંગે ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી છે. મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, “મારી સહાનુભૂતિ તે તમામ લોકો સાથે છે જેઓએ ગુજરાતના રંઘોળા નજીક થયેલાં અકસ્માતમાં પોતાના સ્વજનોને ગુમાવ્યાં છે. આ અકસ્માત ઘણો જ દુઃખદાયક અને વેદના આપનારો છે. આ અકસ્માતમાં જેઓ ઈજાગ્રસ્ત થયાં છે તેઓ પણ જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના.”
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"