મુંબઇ,તા.૭
અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ ઇબ્રાહીમની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે. મુંબઈના થાણે સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા ઇબ્રાહીમની કોણી અને પગમાં સોજા આવતા કોર્ટે તેને દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
ઇબ્રાહીમે કોર્ટમાં ફરિયાદ કરી હતી કે તે તેને પગ અને હાથમાં દુઃખાવો છે જેની સારવાર માટે હોસ્પિટલમાં ભરતી થવું પડે તેમ છે. ઇબ્રાહીમ દાઉદનો નાનો ભાઈ છે. ગત વર્ષે આૅક્ટોબર મહિનામાં થાણેની જેલમાં ઇબ્રાહીમને બિરિયાની ખવડાના આરોપ સબબ પાંચ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. થાણે પોલીસ કમિશનર વિવેક ફન્સલકરે એક સબ ઇન્સપેક્ટર અને ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા.
આ ઘટના બાદ થાણેના પોલિસ કમિશનર વિવેક ફંસલાકરના આદેશ પર જાઇન્ટ પોલિસ કમિશનર મધુકર પાંડેએ ઘટનાની તપાસ સોંપી હતી. શરૂઆતની તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે ૨૫ આૅક્ટોબર ૨૦૧૮ના રોજ મકોકોના આરોપી ઇકબાલ કાસકરને મેડિકલ તપાસ માટે જેલની પોલીસ દ્વારા પોતાની સાથે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે બિરિયાનીની જ્યાફત કરાવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





