સુરતી યુવક શહીદ જવાનના પરિવારની દીકરીને દત્તક લેશે

0
7

સુરત,તા.૧૯
પુલવામામાં નાપાક પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ કરેલા હુમલાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં જાવા મળી રહ્યાં છે. શહીદોના પરિવારને શાંત્વના અને હૂંફ આપવા માટે દરેક જગ્યાએથી દાનના ધોધ વહી રહ્યાં છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને ફૂડ સપ્લીમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે શહીદ પરિવારની દીકરીનો ભણતરથી લઈને લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉપાડવાની જવાબદારી દર્શાવી છે.
સિમાડા નાકા ખાતે રહેતા અને મીનીબજારમાં વ્યવસાય કરતાં નિકુંજ ઘાડીયાએ જણાવ્યું હતું કે, કાયર પાકિસ્તાનીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો એ સામી છાતિનો નહોતો. નહિંતર આ સેનાના જવાનો સમગ્ર પાકિસ્તાનની આર્મી પર ભારે પડે તેવા છે. શહીદ થયેલા જવાનોના ઘરમાં પિતા વિહોણી દીકરી અને માતાનું શું? આ વિચાર માત્ર તેમને હચમચાવી ગયો હતો. અને કોઈ એક દીકરીની લગ્ન સુધીની તમામ જવાબદારી ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY