ઝારખંડમાં ભૂખમરાને કારણે એક વ્યક્તિનું મોત

0
9

લાતેહાર,તા.૭
ઝારખંડના લાતેહાર જિલ્લામાં ભુખમરાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ૬૫ વર્ષિય રામચર મુંડાનું ભુખમરાને કારણે મોત થયું છે. જેના પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે, રાશન વિતરણ કરવા માટે બાયોમેટ્રીક આધારિત ઇલેક્ટ્રોનિક મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો જે ઘણાં દિવસોથી ખરાબ હતું. રામચરણ મુંડાની દિકરીએ જણાવ્યું કે, અમને છેલ્લા ૩ મહિનાથી રાશન મળ્યું નથી. મારા પિતાએ છેલ્લા ૪ દિવસથી જમ્યા નહોતા.
એસડીએમ સુધીર કુમારે આ સમગ્ર ઘટના પર જણાવ્યું કે, અત્યાર સુધી સાબિત નથી થયું કે તેમનું મોત ભુખથી થયું છે કે કેમ. તેમને આયુષ્માન યોજના, રાશન કાર્ડ, પેંશન વગેરે પ્રકારની સરકારી યોજનનો લાભ આપવામાં આવ્યો હતો. હાલ ઇન્ટરનેટ કનેક્શન નહી હોવાને કારણે અમે ઓફલાઇન રાશન વિતરણ કરી રહ્યાં છીએ.
પરિવારજનોનું કહેવું છે કે, ઘરમાં ૩-૪ દિવસોથી અનાજનો એક પણ દાણો નથી જેના કારણે ઘરમાં ભોજન બન્યું નથી. આ પરિવારને આયુષ્માન ભારત યોજના હેઠળ કાર્ડ મળેલું છે. તેમને ઉજ્જ્‌વલા યોજના હેઠળ સિલિંડર પણ મળેલું છે. પીડિત લાતેહારના મહુઆટાંડનો રહેવાસી હતો.
આ વ્યક્તિની મોતની ખબર ગ્રામજનોએ મનરેગા સહાયતા કેન્દ્રમાં કરી હતી જે બાદ સહાયતા કેન્દ્રમાંથી એક મહિલા અધિકારી તેમના ઘરે પહોંચી સ્થિતિ જાણી. મનરેગા કેન્દ્ર તરફથી પીડિત પરિવારને ૫૦ કિલો અનાજ અને મૃતકના અંતિમ સંસ્કાર માટે ૨૦૦૦ રૂપિયાની તાત્કાલિક આર્થિક સહાય આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY