કોલકાત્તા,તા.૮
પશ્વિમ બંગાળની રાજધાની કોલકાતામાં ૨૩ જૂને યોજનારો બીફ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો છે. જેના આયોજકોને અત્યાર સુધી ૩૦૦ ધમકીભર્યા ફોન અને ફેસબુક પર કરોડો મેસેજા મળી ચુક્વ્યા છે. આયોજકોએ ધમકી મળ્યા બાદ બીફ ફેસ્ટિવલ હટાવીને તેનું નામ પણ કોલકાતા બીફ ફેસ્ટિવલ કરી દીધું હતું.
ફેસ્ટિવલનું આયોજન કોલકાતાની એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની કરી રહી છે. કંપનીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, શુક્રવારે અર્જુનને ૩૦૦થી વધારે ફોન આવ્યા છે. ઘણ લોકોએ ફેસ્ટિવલનું સમર્થન પણ કર્યું હતું. અમને અમારી ટીમની સુરક્ષાની ચિંતા છે. અમને ડર છે કે તેમની સાથે પણ કઈ ખોટું થઈ શકે છે. હવે હાલાત અમારા નિયંત્રણની બહાર થઈ ગયા છે. આ માટે ફેસ્ટિવલને રદ કરવો જ યોગ્ય રહેશે.
કંપનીએ કહ્યું કે રાજકારણમાં તણાવની પરિસ્થિતી ન બને, તેના માટે અમે ચૂંટણી બાદ જ ફેસ્ટિવલનું આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો. જો આ રાજકીય તણાવ છે તો અમે ઈચ્છીએ છીએ કે તેને ન કરવામાં આવે, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે ફેસ્ટિવલ શાંતિપૂર્ણ રીતે થાય અને તમામ લોકો આ ફેસ્ટિવલમાં સામેલ થઈ શકે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



