આજથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ

0
20

ન્યૂઝીલેન્ડમાં ભારત ૪૪ વર્ષમાં એકમાત્ર વાર ૨૦૦૯માં વન-ડે શ્રેણી જીત્યું
નેપિયર,તા.૨૨
આજથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાશે. અહીં ભારત ન્યૂઝીલેન્ડ સામે પાંચ વનડેની સીરીઝ બાદ ત્રણ ટી૨૦ મેચો રમશે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પર ફતેહ કરવા મેદાને ઉતરશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજની પહેલી વનડે મેચ સવારે ૭.૩૦ શરૂ થશે, મેચ સવારે ૭.૩૦ કલાકે ન્યૂઝીલેન્ડના નેપિયરના મેક્સલીન પાર્ક મેદાનમાં રમાશે. મેચનું લાઇવ બ્રાડકાસ્ટિંગ સ્ટાર સ્પોટ્‌ર્સ પર જાઇ શકાશે. હિન્દી કામેન્ટ્રી માટે સ્ટાર સ્પોટ્‌ર્સ હિન્દી પર જઇ શકો છો. મેચનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ જાવા માંગતા હોય તો તમે હાટસ્ટાર પરથી જાઇ શકો છો.
ન્યૂઝીલેન્ડ સામે ન્યૂઝીલેન્ડમાં સૌથી વધારે રન બનાવાના મામલે ધોની ૪૫૬ રન સાથે ત્રીજા ક્રમ પર છે. આ યાદીમાં સચિન ૬૫૨ રન સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે બીજા સ્થાન પર સહેવાનના ૫૯૮ રન છે. ઘોની આ સિરિઝમાં ૧૯૭ રન બનાવશે તો સચિન તેંડૂલકર કરતા આગળ નીકળી જશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ, ૨૬ જાન્યુઆરી, માઉન્ટ માનગુનઇમાં સવારે ૭.૩૦ વાગે રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ, ૨૮ જાન્યુઆરી, માઉન્ટ માનગુનઇમાં સવારે ૭.૩૦ વાગે રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે મેચ, ૩૧ જાન્યુઆરી, હેમિલ્ટનમાં સવારે ૭.૩૦ વાગે રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝની અંતિમ પાંચમી વનડે મેચ, ૩જી ફેબ્રુઆરી, વેલિંગ્ટનમાં સવારે ૭.૩૦ કલાકે રમાશે. નોંધનીય છે કે, ભારતીય ટીમ વનડે સીરીઝ બાદ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી૨૦ સીરીઝ રમવાની છે.
ન્યૂઝીલેન્ડની ટીમ ઘરઆંગણે દબદબો ધરાવે છે. ૧૯ જાન્યુઆરી ૨૦૧૪થી ન્યૂઝીલેન્ડ ઘરઆંગણે ૬૪ વન-ડેમાં રમ્યું છે અને જેમાંથી તેનો ૪૬માં વિજય, ૧૨માં પરાજય થયો છે જ્યારે ૧ મેચ ટાઇ-૫ મેચ રદ રહી છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે છેલ્લી ૧૦માંથી ૮ વન-ડે શ્રેણીમાં વિજય મેળવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ પણ ખૂબ જ સારા ફોર્મમાં છે અને તેણે છેલ્લી ૧૦માંથી ૯ વન-ડે શ્રેણીમાં વિજય મેળવ્યો છે. ભારતે જૂન ૨૦૧૬થી માત્ર ઇંગ્લેન્ડ સામે જ દ્વિપક્ષીય વન-ડે શ્રેણી ગુમાવી છે. જાન્યુઆરી ૨૦૧૮થી અત્યારસુધી ભારતનો ૨૩ વન-ડેમાંથી ૧૬માં વિજય-પાંચમાં પરાજય થયો છે જ્યારે બે મેચ ટાઇ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં ૫-૦થી વિજય મેળવશે તો પણ તે આઇસીસી વન-ડે રેન્કિંગમાં બીજા સ્થાને જ રહેશે. જાકે, ભારત-૫-૦થી હારશે તો તે
આભાર – નિહારીકા રવિયા રેન્કિંગમાં ત્રીજા સ્થાને ફેંકાઇ જશે અને ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને આવી જશે. હાલમાં ઇંગ્લેન્ડ ૧૨૬ પોઇન્ટ સાથે ટોચના, ભારત ૧૨૧ પોઇન્ટ સાથે બીજા, ન્યૂઝીલેન્ડ ૧૧૩ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયુડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાહેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY