આજ રોજ યોજાનાર મશાલ શોના કાર્યક્રમ માટે ફાઇનલ રિહર્સલ યોજવામાં આવ્યું હતું જેનું નિરીક્ષણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ કર્યું હતું.

ભરૂચ પોલીસના ત્રણસો તાલીમાર્થીઓ દ્વારા સાંઈ મંદિર ઝાડેશ્વર નજીક વિશેષ મશાલ શો યોજવામાં આવશે . આ તાલીમાર્થીઓ છેલ્લા એક પખવાડિયાથી આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. મશાલ શો અંતર્ગત સ્વાગત, નર્મદે સર્વદે, ફોર લાઈન સ્ટેપ, તોરણ, જય હિન્દ, સોળ કતાર,ટી, એક્સરસાઇઝ, દિલ અને આભાર સાથે પ્રસ્થાનની કૃતિઓ રજુ કરવામાં આવશે. આવતીકાલે સાંજે ૭ થી ૮.૩૦ વાગ્યા સુધી યોજાનાર કાર્યક્રમ માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપસિંહ દ્વારા જિલ્લાવાસીઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

ઉલ્લખનીય છે કે આજે યોજાનાર મશાલ શો ઉપરાંત ૧લી મેના રોજ વિશેષ પોલીસ પરેડ યોજવામાં આવશે. પોલીસ પરિવારના સભ્યો દ્વારા યોજાનાર પરેડ માટે પણ આજ રોજ સાંજે ફાઇનલ પણ ઝાડેશ્વર રોડ ખાતે યોજવામાં આવશે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન. ભરૂચ
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






