અંકલેશ્વરના જુના બોરભાઠા બેટના બાઈક ચાલકને નડ્યો અકસ્માત પિતા-પુત્રના ઘટનાં સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યા, મહિલાને ઈજા

0
150

ભરૂચના જ્યોતિ નગરના વળાંક પાસે રાત્રે લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહેલ એક બાઈક સવાર પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં પિતા-પુત્રનાં સ્થળ પર જ મોત નિપજ્યાં હતાં. જ્યારે પત્નીને ગંભીર ઈજા પહોંચતાં સારવાર હેઠળ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના જુના બોરભાઠા ખાતે નિશાળ ફળિયા માં રહેતા હસમુખ બુધા માછી પટેલ ઉમર વર્ષ ૩૫નાઓ ફર્નિચરનાં વ્યવસાય સાથે સંકળાયેલા હતાં તેઓ અને તેમના પત્ની અનિલા અને ૮ વર્ષીય પુત્ર પાર્થ સાથે ગુરૂવારની રાત્રે પોતાની મોટર સાયકલ નંબર જીજે ૧૬ એજી ૮૯૫૪ લઈને ભરૂચના મકતમપુર ગામમાં લગ્નપ્રસંગે હાજરી આપવા માટે ગયા હતા. ત્યાર બાદ રાસ ગરબા પતાવી મોડી રાત્રે પોતાના ઘરે પરત જુના બોરભાઠા જવા માટે નીકળ્યા હતા.તે સમય દરમ્યાન જ્યોતિનગર વળાંક પાસેથી પસાર થતાં સમયે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માટે લગાવેલી લાઈટીંગનો તાર મોટર સાયકલના સાથે ભરાઈ જતાં મોટર સાયકલ ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાઈ હતી.

મોટર સાયકલ રોડ ઉપર ઢસડાતાં પરિવાર નીચે પટકાયો હતો. હસમુખ પટેલ અને પુત્ર પાર્થને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાં સ્થળ પર જ બંનેવના કરૂણ
મોત નીપજ્યા હતા. જ્યારે પત્ની અનિલાને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની અંગેની જાણ થતાંજ સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી બન્નેવ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બનેલ અકસ્માતમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માટે ભરૂચમાં રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો હતો ત્યાં જે લાઈટો લગાવેલી હતી તેને ઉતારી લીધા બાદ તારના વાયર કાઢવાનું ભલી ગયેલા કોન્ટ્રાક્ટર આ અકસ્માત માટે કારણભૂત બની ગયા છે.
ત્યારે ખુશી ખુશી લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે જઈ રહેલા પરિવારનો તાર કાળ બનીને ભરખી ગયો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY