એન્જિનિયરિંગ માટે ઓપન બુક પરીક્ષાને મંજૂરી મળે તેવી શક્યતા

0
16

ન્યુ દિલ્હી,તા.૩૦
એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ માટે ઓપન બુક એકઝામિનેશનને મંજૂરી મળી શકે છે. પરીક્ષા સુધારા પર ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને એક કમિટીની રચના કરી હતી. જેણે ઓપન બુક એકઝામિનેશનનું સૂચન કર્યું છે.
એઆઇસીટીઇ અને એચઆરડી મંત્રાલય આ રિપોર્ટ પર અભ્યાસ કરશે. જા તેને મંજૂરી મળી જશે તો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એકઝામ હોલમાં નોટ, ટેકસબુક અને રિસોર્સ મટીરિયલ લઇને જઇ શકશે.
કમિટીએ ઓપન બુક એકઝામ ઉપરાંત અલગ અલગ વિદ્યાર્થીઓની યોગ્યતા અને સામર્થ્ય મુજબ પ્રશ્ન પેપર તૈયાર કરવાની સૂચના પણ આપી છે. પેનલનું કહેવું છે ઓપન બુક સિસ્ટમનો પ્રસ્તાવ એટલે આપવામાં આવ્યો કેમ કે પરીક્ષાની પારંપારિક રીતમાં વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરવા માટે મજબૂર હોય છે. તે એસઆઇસીટીઇની સિસ્ટમમાં સુધારો કરવાની એક કોશિશ છે. જે હેઠળ તાજેતરમાં અભ્યાસક્રમમાં પણ બદલાવ કરાયો છે.
રિપોર્ટ મુજબ ભારતની એન્જિનિયરિંગ એજ્યુકેશન સિસ્ટમમાં પરીક્ષાઓ અને કવેશ્ચિયન પેપરની શૈક્ષણિક ગુણવત્તા ઘણા સમયથી ચિંતાનો વિષય રહી છે. કમિટીનું માનવું છે કે ઓપન બુક સિસ્ટમમાં ખાસ કરીને એપ્લિકેશન, એનાલિસીસ અને ઇવેલ્યુએશનમાં વિદ્યાર્થીઓની સ્કીલનું પરીક્ષણ કરવામાં ખૂબ જ મદદ મળશે.
કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યુ કે ઓપન બુક એકઝામિશન લેખિત પરીક્ષાની જેમ જ છે, પરંતુ તેમાં વિદ્યાર્થીઓે પોતાની સાથે કલાસનોટ, ટેકસબુક કે અન્ય સ્ટડી મટીરિયલ્સ લઇ જવાની અનુમતિ હશે. તેમની પર ગોખણપટ્ટીનું કોઇ દબાણ નહીં રહે અને તેઓ તણાવમુકત રહેશે. તેનાથી સમસ્યાના સમાધાનની અને વિચારવાની ક્ષમતામાં વધારો થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY