આતંકવાદીઓ બાળકનો જન્મ થતાં જ તેને આતંકવાદીની વર્દી પહેરાવી દે છે

0
28

સમીરા અલ-નાસ્ત્રે સીરિયા પરિસ્થિતિ વિશે માહિતી આપી
બગદાદ,તા.૨૬
સીરિયાના રક્કામાં લગભગ ચાર દાયકાથી દાઇમાનું કામ કરી રહેલ સમીરા અલ-નાસ્ત્રએ ત્યાંની પરિસ્થિતિ વિશેની માહિતી આપી છે. તેમણે આઇએસઆઇએસના આતંકવાદીઓ અંગે આઘાતજનક ખુલાસાઓ કર્યાં છે. અલ-નાસ્ત્રે જણાવ્યું છે કે તેણે હજારો બાળકોની ડિલિવરી કરાવી છે. પરંતુ છેલ્લા બે વર્ષોમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે અહીં આતંકવાદીઓ બાળકનો જન્મ થતા જ તેને આતંકવાદીની વર્દી પહેરાવી દે છે.
અલ-નસ્ત્રએ જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં એક તુર્કી ઇસ્લામિક આતંકવાદીને ત્યાં એક બાળકનો જન્મ થયો હતો. જન્મ પછી બાળકને તરત જ આતંકવાદીઓના વસ્ત્રો પહેરાવામાં આવ્યા હતા. આ દરમિયાન બાળકનો પિતા પોતે ગૌરવથી કહે છે કે તેનું બાળક પણ ઇસ્લામિક આતંકવાદી બનશે. અલ-નસ્ર કહે છે કે મે ના કહી, કારણ કે બાળકની નાજુક ત્વચા માટે એટલો ભારે ડ્રેસ નુકસાનકારક છે, પરંતુ તે માન્યા નહી.
નસ્ત્ર એ લાખો પીડિતોમાંથી એક છે જે આતંકવાદીઓના કબજા હેઠળના ઇરાક અને સીરિયામાં રહે છે. ઇસ્લામિક આતંકવાદીઓની અગણિત પત્નિઓની ડિલિવરી કરાવનાર નસ્ર (૬૬) આગળ કહે છે કે આતંકવાદી ૧૫ વર્ષથી વધુ ઉંમરની કન્યાઓને પત્ની પણ બનાવતા નથી.
નસ્ત્રએ કહ્યુ કે, મે ઘણી વખત આતંકવાદીઓનો વિરોધ કર્યો અને ત્યાથી ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કરી શકી નહી. અહીં પકડાવા પર હંમેશા માટે જેલ અથવા ચાર રસ્તા વચ્ચે મોત સુધીની સજા આપવામાં આવે છે. ઇસ્લામિક આતંકવાદીઓ વિશે વાત કરતી વખતે નસ્ર કહે છે કે તે માણસો નથી તેઓ જુદી જ પ્રકારના પ્રાણીઓ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY