પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે પાંચ વાગ્યે ના સુમારે ડાકોર ઠાસરા રોડ પર ડમ્પરના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ઝાડ સાથે ધડાકાભેર અફળતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થાય હતા તેમને તત્કાલિક 108 બોલાવી સારવાર માટે મોકલાયા અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું
બનાવની તપાસ પોલીસ કરી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે વા અકસ્માતો માં ડ્રાઈવર ક્યારેક દારૂના નશામાં પણ હોઈ શકે છે જેના પરિણામે ડાકોર ,ઠાસરા સેવાલિયા જેવા કપચી ભરેલ ડમ્પરના અને અન્ય વાહનો થી ધમધમતા વિસ્તારોમાં દારૂનું દુષણ રોકવું જરૂરી થઇ પડ્યું છે અન્યથા આવા અકસ્માત સર્જાય છે અને નિર્દોષ વ્યકિતઓના કરૂણ મોત નિપજે છે જે બાબતે પ્રસાદ અને પોલીસે ધ્યાન રાખવું જરૂરી થઈ પડે છે


રિપોર્ટર હિતેશ મકવાણા 9913063889
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





