નર્મદા ડેમ,સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળો જ્યાં હોય તેવા નર્મદા જિલ્લાની સરકારી લાઈબ્રેરી ને જગ્યા માટે ફાંફા…!!  

0
50

કુલ સત્તરસો સભ્યો અને વીસ હજાર પુસ્તકો ધરાવતી આ લાઈબ્રેરી ને જગ્યા ક્યારે ફળાવાશે એ સળગતો પ્રશ્ન.

આજે પહેલી મેં ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાત ના વિદ્યાર્થીઓ અને વાંચકો માટે સરકાર યુદ્ધ ના ધોરણે લાયબ્રેરીઓ નો વિકાસ કરે તે જરૂરી થઈ પડ્યું છે કેમકે ઈન્ટરનેટ ના યુગ માં સાહિત્ય અને ઇતિહાસ સાથે ચેડાં થાય છે એવા સંજોગો માં પુસ્તક જ સાચું જ્ઞાન પૂરું પાડે છે એ નિર્વિવાદ હકીકત છે.

શહેરોની લાઈબ્રેરીઓ માં ગાર્ડન સહિતની વિશાળ સુવિધા હોય જેમાં બાળકો,ભણતા વિદ્યાર્થીઓ,સિનિયર સિટિજનો સહિતના લોકો વાંચન કરી કંઈક શીખ મેળવતા હોય છે ત્યારે રાજપીપલાા ની સરકારી લાઈબ્રેરી માટે તંત્ર જગ્યા ન ફાળવે એ ગંભીર બાબત છે

રાજપીપલા: નર્મદા જિલ્લા ના મુખ્ય મથક રાજપીપલા ની સરકારી લાઈબ્રેરી હાલ જ્યાં ચાલે છે એ જગ્યા તદ્દન નાની હોઇ એની સામેે પુુસ્તકોનો વિશાળ ભંડાર હોવાને કારણે વાચકો અને સ્ટાફ ને બેસવાની તકલીફ છે ત્યારે જાણવા મળ્યા મુજબ તંત્ર પાસે અગાઉ આ માટે જગ્યા પણ મંગાઈ હતી પરંતુ જગ્યા ન ફાળવતા એક ઓરડી જેવડા રૂમ માં વાચકો એ ગોંધાઇને વાંચન કરવું પડે છે.હાલ દેશની પ્રગતિ માટે પી.એમ.મોદી નીત નવા આયોજનો કરે છે પરંતુ આવનારી પેઢી માટે અત્યંત જરૂરી એવું વાંચન હોય છતાં તેના માટે ફક્ત જ્ગ્યા જેવી બાબત અવરોધ બને તો એ કઈ પ્રગતિ કેહવાય…?!

આમ તો નગરપાલિકા ની લાઈબ્રેરી ગામની મધ્યમાં છે અને ત્યાં પણ સારી વ્યવસ્થા છે પરંતુ સરકારી લાઈબ્રેરી હાલ જ્યાં છે એ વડિયા તરફ નો વિસ્તાર હાલ ઘણો ડેવલોપ થઈ રહ્યો છે તેમજ પાલિકા ની લાઈબ્રેરીમાં વડિયા કે એ તરફના દૂર ના વાચકો ને આવવું દૂર પડે ત્યારે જો એ તરફ કોઈ જગ્યા ફાળવાય તો બાંધકામ તો પોતે કરી લેવાની નગરપાલિકા ની તૈયારી છે પરંતુ આ બાબતે જગ્યા કોણ ફાળવશે અને ક્યારે ફળવાશે એ મોટો સવાલ છે.

જાણવા મળ્યા મુજબ આ લાઈબ્રેરી દ્વારા 2016 માં તંત્ર પાસે જમીનની માંગ કરાઈ હતી પરંતુ એ સમયે પ્રાંત કચેરી દ્વારા નેગેટિવ રિપોર્ટ આવતા એમને જગ્યા મળી ન હતી ત્યારે આ સરકારી લાઈબ્રેરી ઉભી કરવા માટે જો તંત્ર દ્વારા જમીનની ફાળવણી કરાય તો એમની પાસે ઉપલબ્ધ વીસ હજાર જેવા પુસ્તકો વાચકો ના કામ માં જરૂર આવે એમ છે.જિલ્લા કલેક્ટર
આ બાબતે યોગ્ય પગલાં લેશે…?

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY