માંગરોળમા વડના ઝાડને સળગવાનો સિલસિલો યથાવત તંત્ર ની નોટિસો ઘોળીને પી જતા અસામાજિક તત્વો

0
708

જૂનાગઢના માંગરોળ તાલુકા માં અતિ સુંદર પ્રકૃતિના ઘરેણાં રૂપ વડના ઝાડ અનેક રોડ ની બંને બાજુએ આવેલા છે ત્યારે કામનાથ રોડ પરના વડના ઝાડ સાથે લોકોની દુશ્મની હોય કે પછી જમીન પચાવી પાડવા નો કારસો અને તંત્ર ની પણ એમાં મિલીભાગત હોય તેમ વડલાને સળગાવાનૉ જે સિલસિલો ચાલી રહ્યો છે ,કામનાથ રોડ પર વર્ષો જુના વડના ઝાડ આવેલા છે જે વરસોથી અડીખમ ઉભા છે જેમાં અવાર નવાર આગ લાગવાની અને વડને બાળી નાખવાની ઘટના સામે આવી રાહીછે, તંત્ર એ આ બાબતે આજુ બાજુ રહેતા લોકોને નોટિસો પણ આપી છે છતાં આ વડલાના ઝાડમાં આજે અજાણ્યા ઈસમ દ્વારા આગ લગાડવામાં આવી હતી, મોટા પ્રમાણમાં આગ લાગી હોય ત્યારે ફોરેસ્ટ અધિકારીઓ પણ માત્ર જોઈને જતા રહ્યા હતા અને કોઈ પણ પ્રકાર ની આગ ઓલવવાની વ્યવસ્થા કરાઇ ન હતી.જેથી રોજકામ જાણે ચોપડેજ થતું હોય તેવુ જ લાગી રહ્યું હતું, નર્સરી વિભાગના માત્ર ચાર થી પાંચ માણસોને મોકલવામાં આવ્યા હતા,અહીં તંત્રની ઘોર બેદરકારી જોવા મળે છે જમીન પચાવવા અસમાજિક તત્વો જે વડલા બાળવાની પ્રવુતિ કરેછે તેમાં તંત્રનો અંગત સ્વાર્થ જે કઈ નું દબાણ હોય તેવી લોકચર્ચા એ જોર પકડ્યું છે કેમકે તંત્ર આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા તૈયાર નથી તેમ ફલિત થાય છે,આ પ્રવૃત્તિને લીધે પર્યાવરણ પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે,જો તંત્ર આવી પ્રવૃત્તિ ને રોકવા કોઈ પગલાં નહીં ભરેતો પર્યાવરણ પ્રેમીઓ આવનાર દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે તંત્ર સામે આંદોલન કરે તો નવાઈ નહિ.

મનીષ ડાકી
જૂનાગઢ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY