૧૪૧મી રથયાત્રા: પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું

0
66

અમદાવાદ,તા.૧૩
ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રાને લઈને પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં રથયાત્રાના રૂટના તમામ રસ્તાઓને નો પા‹કગ ઝોન જાહેર કરાયા છે. આગામી તારીખ ૧૩ અને ૧૪મી જૂલાઈના આ તમામ રસ્તાઓ પર કોઈપણ પોતાના વાહન પા‹કગ નહીં કરી શકે.
નો પાર્કિગ ઝોન જાહેર કરાયેલા રસ્તાઓમાં જમાલપુર દરવાજાથી જમાલપુર ચકલા સુધીનો રોડ, ત્યારબાદ ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા, રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા અને માણેકચોક સુધીના રસ્તાને નો પા‹કગ ઝોન જાહેર કરાયા છે.
આ સિવાય શાહપુર દરવાજા થી રંગીલા પોલીસ ચોરી સુધીના રોડને પણ નો પા‹કગ ઝોન જાહેર કરાયો છે. તો દિલ્હી ચકલા, ઘી કાંટા, દાણીપીઠથી ખમાસા સુધીના રોડને પણ નો પા‹કગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને આ તમામ રૂટ પર પોલીસનું સઘન પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
રથયાત્રાના બે દિવસ સુધી આ રસ્તાઓ પર કોઈપણ પોતાના વાહન પાર્ક નહીં કરી શકે અને જા કોઈ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY