
“ગુજરાત ગૌરવ દિન” ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ખાતે સુજલામ્ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત તળાવ ઉંડા કરવા તથા પાણી શુધ્ધિકરણ અભિયાન ગુજરાત સરકારના કેબીનેટ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ કરાવ્યો શુભાંરભ.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિન – ૧લી મે-૨૦૧૮થી શરૂ કરીને સમગ્ર માસ દરમિયાન સુજલામ્ સુફલામ્ જળસંગ્રહ અભિયાન યોજવાનું નક્કી કરાયું છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને આ કાર્યમાં જોડીને જનશક્તિના પ્રચંડ પુરૂષાર્થથી રાજ્યમાં ચોમાસા પહેલાં જળસંગ્રહ ક્ષમતા વધારવાનું આયોજન છે. આ અભિયાનમાં રાજ્યભરની સ્વૈચ્છિક – સમાજિક – ધાર્મિક સંસ્થાઓની ભૂમિકા સૌથી મહત્વની રહેશે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજયના સ્થાપના દિવસને “ગુજરાત ગૌરવ દિન” તરીકેની ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેર ખાતે સુજલામ્ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત તળાવ ઉંડા કરવા તથા પાણી શુધ્ધિકરણ અભિયાન માટે ગુજરાત સરકારના કેબીનેટ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા દ્વારા આજરોજ ૧લી મેના રોજ રાજકોટ શહેર ખાતે રાંદરડા-લાલપરી તળાવને ઊંડા ઉતારવાનુ તથા પાણી શુધ્ધીકરણ કાર્યક્રમ અભિયાનનો શુંભારભ કરવામાં આવ્યો. આ અભિયાનમાં રાજ્યભરની સેવાભાવી સંસ્થાઓને જોડવામાં આવશે અને જિલ્લા-તાલુકાની જળ સંચય પ્રવૃત્તિ સાથે આ સંસ્થાઓ જોડાશે. જળ અભિયાનમાં સેવાભાવી સંસ્થાઓને જોડીને તળાવો ઉંડા કરવા, પાળાની મરામત કરવી, તળાવના આવરા સાફ કરવા, ચેકડેમો અને જળાશયોનું ડીસીલ્ટીંગ કરવું, હયાત નહેરોની સફાઇ અને રીપેરીંગ કરવું, ભૂગર્ભ રિચાર્જના કામો, નદીઓને પુનઃજીવિત કરવી, ખેત તલાવડી, વન તલાવડી, ટેરેસ તલાવડી ઉપરાંતના જળ સંગ્રહના અનેક નવા સ્ટ્રકચર્સનું નિર્માણ કરાશે. ટપક સિંચાઇની કામગીરીનો વ્યાપ પણ વધારવામાં આવશે આ માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર તરફથી સેવાભાવી સંસ્થાઓને આ કામગીરી માટે પ્રેરિત કરવામાં આવશે, એટલું જ નહીં જ્યાં આવશ્યકતા હશે ત્યાં તાત્કાલિક વહીવટી મદદ પણ કરવામાં આવશે. સમગ્ર સમાજ આ અભિયાનમા જોડાય એવા વાતાવરણનું નિર્માણ કરાશે. જેમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, રાજકોટ મેયર, કલેકટર, રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર, તથા પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા અને આશરે ૩૦૦ થી વધુ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતાં.


રિપોર્ટરઃ બ્રિજેશ રાઠોડ
ગાંધીનગર
મો- ૯૩૭૬૧૯૩૧૩૦
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





