લો બોલો ઉચ્ચ શિક્ષણના બણગા ફૂંકતી સરકાર નો આ કેવો વિકાસ…?!

0
234

 સાગબારા તાલુકાના પ્રા.શિક્ષકો છેલ્લા 2 મહિનાથી પગારથી વંચિત

પગારથી વંચિત સાગબારાના 500 પ્રા.શિક્ષકો 2 મહિનાથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે,લોન ધારક શિક્ષકોને તો પેનલ્ટી ભરવાનો વારો આવ્યો.

રાજપીપળા:હાલના સમયમાં ડગલે ને પગલે કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય,ચૂંટણી હોય,વસ્તી ગણતરી કરવાની હોય કે અન્ય કોઈ પણ કામગીરી હોય તો સરકાર પ્રથમ તો શિક્ષકને જ એ કામગીરી સોંપતિ હોય છે.હવે શિક્ષકને ભણાવવા ઉપરાંત અન્ય કામગીરી કરવાનો વારો આવે તો વિદ્યાર્થીના ભણતર પર એ ધ્યાન તો ન જ આપી શકે એ સ્વાભાવિક છે.અને જો રીઝલ્ટ ખરાબ આવ્યું તો દોસનો ટોપલો પણ અધિકારીઓ શિક્ષકોને માથે જ ઢોળતા હોય છે.ત્યારે પોતાની રેગ્યુલર કામગીરી સિવાય અન્ય કામગીરી પણ ખંતથી નિભાવતા શિક્ષકોને જ એમનું મહેનતાણું સમયસર આપવામાં ન આવે તો એનાથી મોટો અન્યાય કોઈ ક ન કહેવાય.થોડા જ સમય પહેલા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રા.શિક્ષકોનો પણ પગારનો પ્રશ્ન હતો જો કે એ હલ થયો છે.ત્યારે ફરી પાછો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પ્રા.શિક્ષકોનો છેલ્લા બે મહિનાથી પગાર ન થયો હોવાનો પ્રશ્ન સામે આવ્યો છે.

સાગબારા તાલુકામાં 500 થી વધુ પ્રાથમિક શિક્ષકો છે.જેમનો માર્ચ અને એપ્રિલ મહિનાનો પગાર થયો જ નથી.અત્યારની વાત કરીએ તો એ તમામ શિક્ષકો હાલ ભયંકર નાણાંની તંગીનો સામનો કરી રહ્યા છે.કેટલાક શિક્ષકોના તો બજેટ પણ ખોરવાય ગયા હોવા ઉપરાંત લોન ધારક શિક્ષકોને તંત્રના વાંકે પેનલ્ટી ભરવાનો વારો આવ્યો છે.આ બાબતે ગુ.રા.શિક્ષક સંઘના મંત્રી અને સાગબારા તાલુકા પ્રા.શિક્ષક સંઘ પ્રમુખ વિજય ગામીતે જણાવ્યું હતું કે તંત્રની ઘોર બેદરકારી અને વહીવટી સરળતા ન હોવાને કારણે પગાર વિના શિક્ષકો અટવાયા છે.જો અમારી સમસ્યા વહેલી તકે હલ નહિ થાય તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરતા પણ ખચકાઈશું નહિ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY