લો બોલો આખી દુનિયા ક્રિકેટની દીવાની છે ત્યારે…!! તંત્ર એ ઊંધા ચશ્માં પહેર્યા છે…?

0
248

રાજપીપલા ધાબા ગ્રાઉન્ડમાં રમત ગમત સંકુલ બન્યા બાદ ક્રિકેટ પર પાબંદી…?! 

રાજપીપલા ના ક્રિકેટ પ્રેમીઓ વર્ષોથી ઘાબાગ્રાઉન્ડ માં આખો દિવસ ક્રિકેટ રમતા પણ છેલ્લા કેટલાક વર્ષોથી સદંતર બંધ થઇ ગયું છે.

રાજપીપલા : વેકેશન એટલે ભણતર નો થાક ઉતારી નિત નવી રમતો રમી આનંદ માણવાના દિવસો પરંતુ આ ગરમી માં નર્મદા ના રાજપીપળાના રમતવીરોને ખુલા મેદાન માં રમવાનું નસીબ નથી કેમકે અહીં ધાબા ગ્રાઉન્ડ ના નામે ઓળખાતું મેદાન હવે સરકાર હસ્તક લેવાયું છે અને ત્યાં હાલ માં ખાસ રમાતી લોકપ્રિય રમત ક્રિકેટ રમવાની પાબંધી છે જોકે રમતવીરો શેરીમાં ક્રિકેટ રમી સંતોષ તો માને છે પરંતુ તેઓ ની માંગ છે કે આ ધાબા ગ્રાઉન્ડ ભલે સ્પોર્ટ્સ શંકુલ બન્યું પણ એમા ક્રિકેટ રમવા દેવાય,આઉટડોર મેદાન ખાલીખમ પડી રહે છે તો ક્રિકેટ રમવા ની છૂટ અપાય તેવી માંગ ઉઠી છે

રાજપીપળામાં પહેલાના સમય માં ધાબા ગ્રાઉન્ડ ના નામે પ્રખ્યાત મેદાન ક્રિકેટ ની રમત ખુબ રમાતી હતી અને રાજપીપલા ની તમામ શેરીઓ ના ખેલાડીઓ અહીં ભેગા થઇ ક્રિકેટ રમતા હતા પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષ થી આ ધાબા ગ્રાઉન્ડ એ સ્પોર્ટ્સ સંકુલ ના નવા વાઘા પહેર્યા બાદ અહીં ક્રિકેટ ને મહત્વ અપાતું નથી અને રાજપીપલા શહેર ના ખેલાડીઓને અહીં ક્રિકેટ રમવા દેવામાં આવતી નથી હાલ આ સંકુલ મોટેરાઓ માટે માત્ર મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક માટે હોય તેમજ લાગી રહ્યું છે, છૂટી છવાઈ રમતો રમાય છે પરંતુ તે વાર તહેવારેજ હોય છે, ત્યારે સ્થાનિક ક્રિકેટવીરો ઈચ્છી રહ્યા છે કે આ ગ્રાઉન્ડ માં ક્રિકેટ રમવા દેવાય

બોક્ષ : રાજપીપલા નું ધાબાગ્રાઉન્ડ અમારા જેવા ક્રિકેટ રસિકો અને રમતવીરો માટે હોમ પીચ હતી, જયારે હોમ પીચ છીનવાઈ ગઈ હોય ત્યાં ક્રિકેટર શુ કરે..? નર્મદા માં સારા કોચ પણ છે, પણ મેદાન નથી જો અમને ક્રિકેટ રમવા ગ્રાઉન્ડ મળે તો અમે એક સારા ખેલાડી બની શકીયે તેમ છે, હાલ કરોડો રૂપિયા ખર્ચીને પણ રમત ગમત સંકુલ માં કોઈ મોટી ઇવેન્ટ રમાતી નથી, ખેલ મહાકુમ્ભ પણ પૂરો રમાતો નથી તો શુ મતલબ માટે રરાજપિપળાના ક્રિકેટ રસિકો માટે સરકારે ધબાગ્રાઉન્ડ ખુલ્લુ મૂકવું જોઈએ>>> રાજ ભટ્ટ (ક્રિકેટ પ્રેમી ખેલાડી )

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY