રાજપીપલા એસ ટી ડેપો માં મારામારી અને ચોરીની વધતી ઘટના બનતા નિયમિત પોલીસ પોઇન્ટ અને કેમેરા જરૂરી…?

0
19

એક કરોડ થી વધુના ખર્ચે રીનોવેશન કરાયેલા ડેેપોમાં સી સી ટી વી કેમેરા નથી 

નિર્ભયા સ્કોડ ની કામગીરી સારી પરંતુ બપોર નાા સમયે લુખ્ખા તત્વો નો આતંક અટકાાવવા નિયમિત પોઇન્ટ જરૂરી

બે દિવસ પેહલાા ડેપોો માંથી ધોોળે દહાડે બાઈક ની ચોરી બાદ આજે એક યુવતીને કોઈક યુવાને માર મારતા લોકો તમાશો જોતા રહ્યા

રાજપીપલા: રાજપીપલા એસ ટી ડેપો માં હાલ લુખ્ખા તત્વોનો આતંક વધતો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે બે દિવસ પહેલાજ ડેપો માંથી એક બાઈક ની ઉઠાંતરી થઈ હોવાની વાત સામે આવ્યા બાદ આજે બુધવારે એક યુવતી ને કોઈ યુવકે તમાચા મારી અંદર તરફ લઈ જેઇ ઠપકો આપતા યુવતી ત્યાંથી પોતાના વાહન પર જતી રહી હતી ત્યારે તમાચા મારનાર યુવક કોણ હતી અને કયા કારણે મારી એ જાણી નથી શકાયું પરંતુ ભર બપોરે ખુલ્લેઆમ પબ્લિક ની સામે આ ઘટના બની હતી છતાં લોકો તમાશો જોઈ રહ્યા હતા જયારે બે દિવસ પેહલા ત્યાંથીજ એક બાઇક ની પણ ધોળે દાહડેજ ઉઠાંતરી થઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું માટે રોજે રોજ બનતી આવી ઘટનાઓ માં ડેપો માં ખાસ સી સી ટી વી કેમેરા અનર નિયમિત પોલીસ પોઇન્ટ ઉભો કરાય એ જરૂરી થઈ પડ્યું છે

જોકે થોડા દિવસો પેહલા નર્મદા જિલ્લા માં કાર્યરત થયેલી નિર્ભયા સ્કોડ ની કામગીરી ખુબ સારી છે પરંતુ જો ડેપો જેવા જાહેર સ્થળો પર નિયમિત પોઇન્ટ મુકાય તો લોકો માટે સલામત ગણાશે પોલીસ ની સાથે ડેપો સત્તાધીશો પણ સી સી ટી વી કેમેરા મુકવા ઝડપ કરે એ જરૂરી થઈ પડ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY