સુરેન્દ્રનગર ના લીંબડી ખાતે VHP ની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક પ્રવિણભાઈ તોગડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ:સરકાર ઉપર શાબ્દીક પ્રહાર

0
75

હાલ જ્યારે 2019 ની લોકસભા આવી રહી છે ત્યારે હાલમાં તમામ પક્ષો અને સંગઠનો સક્રિય થયા છે ત્યારે આજે લીંબડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકરોની બાઇક રેલી તેમજ બેઠક યોજાઈ હતી. અને પ્રવિણભાઈ તોગડીયાએ હાલની સરકાર ઉપર શાબ્દીક પ્રહાર કર્યા હતા .

હાલ જયારે ૨૦૧૯ લોકસભા આવી રહી છે ત્યારે દરેક પક્ષો અને સંગઠનો સક્રિય થતા જોવા મળી રહયા છે ત્યારે આજે પૂર્વ આંતરરાષ્ટ્રીય અધિયક્ષ પ્રવિણભાઈ તોગડીયા લીંબડી આવેલ અને લીંબડી હાઇવે થી સરસ્વતી વિધ્યાલય સુધી કાર્યકરો દ્વારા બાઇક રેલ યોજી હતી રેલીના સમાપન બાદ પ્રવિણ તોગડીયાના અધ્યક્ષ સ્થાને સરસ્વતી વિધ્યાલયના હોલમાં VHP ના કાર્યકરો સાથે ગુપ્ત બેઠક યોજી હતી આ બેઠક માં બકુલભાઈ ખાખી, કિશોરસિંહ રાણા, હરજીભાઈ કણજરીયા, પ્રતિકભાઈ શેઠ, તેમજ vhp ના કાર્યમરો તથા બેઠક બાદ જયારે મીડીયા સાથેની વાતચીતમાં હાલની ભાજપ સરકાર ઉપર શાબ્દીક પ્રહારો કરતા ભાજપ સરકાર ઉપર રોષ ઠાલવ્યો હતો અને સાથો સાથ મોંઘવારી મુદ્દે, પેટ્રોલ ડીઝલના વધતા ભાવો , કાશ્મીરમાં હિંદુ ચિંતિત વિશે, અને ખેડુતો ના હકોની પણ વાત કરી હતી.

રિપોર્ટર, : દિપકસિંહ વાઘેલા
લીંબડી. જી.સુરેન્દ્રનગર
મો. 98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY