ન્યાયપાલિકાની વ્યવસ્થા ડગમગી રહી છે,યોગ્ય નહિ થાય તો પરિસ્થતિ ગંભીર બનશે

0
30

ન્યુ દિલ્હી,
તા.૨/૫/૨૦૧૮

સુપ્રિમમાં ચાલતા વિવાદ પર ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ લોઢાએ કહ્યું

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા વિવાદ પર હવે ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ આર એમ લોઢાએ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. લોઢાએ કહ્યું હતું કે, આ સમય ન્યાયપાલિકા માટે એક પડકાર છે. ન્યાયપાલિકાની વ્યવસ્થા ડગમગી રહી છે. તેને યોગ્ય ન કરવામાં આવી તો પરિસ્થતિ ગંભીર બનશે.

લોઢાએ ઉમેર્યું હતું કે, એ વાતમાં કોઈ શંકા નથી કે, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડયા (મુખ્ય ન્યાયાધીશ) માસ્ટર ઓફ રોસ્ટર છે, પરંતુ તે મનમાની રીતે કામ ન કરી શકે. હવે ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ સ્ટેસ્ટમેનશિપ દેખાડી તમામ જજાને સાથે લઈને સમાધાન કાઢવું જાઈએ.

જસ્ટીસ લોઢાએ સુપ્રીમ કોર્ટમાં રહેલી વર્તમાન સ્થતિને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું હતું કે, ચીફ જસ્ટીસ ભલે કેસની ફાળવણી કરવાના મામલે સર્વેસર્વા હોય, પરંતુ તે કામ નિષ્પક્ષ રીતે અને સંસ્થાના હિતમાં થવું જાઈએ. ન્યાયપાલિકાની સ્વતંત્રતા સાથે સમજૂતિ ન કરી શકાય. મુખ્ય ન્યાયાધિસે નેતૃત્વ કૌશલ્યનો પરિચય આપી અને પોતાના સહકર્મિઓને સાથે લઈને સંસ્થાને આગળ વધારવી જાઈએ. લોઢાએ ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં આજે જે સ્થતિ સર્જાઈ છે, તે ખુબ જ ચિંતાજનક બાબત છે. સહકર્મીઓ સાથે સંવાદ સ્થાપિત થાય તે ખુબ જ જરૂરી છે. ન્યાયાધીશોનું મંતવ્ય અને દ્રષ્ટકોણ ભલે ભલે જુદો જુદો હોય પરંતુ તેને કોઈ રસ્તો શોધવો જાઈએ જે ન્યાયાલયને આગળ લઈ જાય. ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ આર એમ લોઢાએ ભૂતપૂર્વ કેન્દ્રય મંત્રી અરૂણ શૌરીના પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન આમ કહ્યું હતું.

ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ જસ્ટીસ લોઢાએ પણ ચીફ જસ્ટીસ તરીકે આવી જ પરિસ્થતિમાંથી પસાર થવું પડ્યું હતું, જેવી ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિસ કે એમ જાસેફના કેસમાં થઈ રહ્યું છે. તે સમયની યૂપીએ સરકારે કોલેજીયમની ભલામણને નકારી કાઢી હતી અને કોલેજીયમના વરિષ્ઠ અધિવક્તા ગોપાલ સુબ્રમણ્યમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધિસ નિયુક્ત કરવાની પોતાની ભલામણ પર પૂનર્વિચાર કરવા કહ્યું હતું. જા કે સુબ્રમણ્યમે બાદમાં પોતાને આ પદની દોડમાંથી અલગ કરી દીધા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY