૨૦૨૨ સુધી આ ક્ષેત્રમાં ૪૦ લાખ નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય

0
11

ન્યુ દિલ્હી,
તા.૨/૫/૨૦૧૮

મોદી સરકારે નવી ટેલિકોમ નીતિનુ માળખું જાહેર કર્યું

સરકારે રાષ્ટીય ડિજીટલ ટેલીકોમ નીતિ-૨૦૧૮ના નામથી નવી ટેલીકોમ નીતિનું માળખુ જાહેર કર્યું. જેમાં ૨૦૨૨ સુધી આ ક્ષેત્રમાં ૪૦ લાખ નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

નવી ટેલીકોમ પોલિસીના મુસદ્દામાં દેશના પ્રત્યેક નાગરીકને ૫૦ એમબીપીએસ બ્રોડબેન્ડ સેવા ઉપલબ્ધ કરાવવું, આ ક્ષેત્રમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષિત કરવાનું અને ૨૦૨૨ સુધીમાં ૪૦ લાખ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

નવી નિતીના મુસદ્દામાં દરેક નાગરીકને ૫૦ એમબીપીએસની બ્રોન્ડબેન્ડ સેવા ઉપલબ્ધ કરાવવાની સાથે ૨૦૨૨ સુધીમાં દેશની તમામ ગ્રામ પંચાયતોને ૧ જીબીપીએસ અને ૨૦૨૨ સુધી ૧૦ જીબીપીએસ બ્રોન્ડબેન્ડ કનેક્ટીવિટી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

મુસદ્દા અંતર્ગત દેશના વિકાસને નવી પેઢીની ટેકનોલોજીના માધ્યમથી ગતિ આપવા માટે ૨૦૨૨ સુધીમાં ૧૦૦ અબજ ડોલરના રોકાણને આકર્ષિત કરવામાં આવશે. મુસદ્દામાં લોનના ભારણ નીચે દબાયેલા ટેલીકોમ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં વી છે. જેના માટે ટેલીકોમ કંપનીઓની લાયસન્સ ફી, સ્પેકટ્રમ ચાર્જ, સાર્વભૌમિક સેવાદાયિત્વ ફંડના દરની સમિક્ષા કરવામાં આવશે. કારણ કે આ તમામ દરોના કારણે ટેલીકોમ સેવાની કિંમત વધી જાય છે. નવી નીતિના મુસદ્દામાં ટેલીકોમ ક્ષેત્રમાં કારોબાર સુગમતા ઉપર પણ ભાર અપાયો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY