બદરીનાથમાં ગરીબ યાત્રિકોને રહેવાની મફત સુવિધા મળશે

0
17

ચમૌલી,
તા.૨/૫/૨૦૧૮

આગામી દિવસોમાં બદરીનાથધામમાં જતા ગરીબ લોકોને મંદિર નજીક જ રહેવાની મફત સુવિધા મળશે. આ માટે મંદિર સમિતિ તરફથી મંદિર નજીકના બસ સ્ટેન્ડ પાસે રેન બસેરાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં ૫૦૦થી વધુ યાત્રિકો રહી શકશે તેમજ તેઓને મફત ભોજનની સુવિધા આપવામાં આવશે.

બદરીનાથધામમાં આમ તો દર વર્ષે લાખો લોકો ભગવાનનાં દર્શન માટે આવે છે તેમાં કેટલાક ગરીબ લોકો પણ આવતા હોય છે ત્યારે તેઓને અહીં રોકાવું હોય છે પણ રહેવાની વ્યવસ્થાના અભાવે તેઓ રોકાતા નથી હોતા. તેથી હવે મંદિર સમિતિ તરફથી મંદિર નજીકના બસ સ્ટેન્ડ પાસે રેન બસેરાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જે આ વખતે શરૂ થતી યાત્રા પહેલાં શરૂ કરવામાં આવશે.

શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રભારી હરીશ ગૌડના જણાવ્યા અનુસાર આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવતાં અહીં આવતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રહેવા તેમજ ખાવા-પીવાની બાબતમાં ચિંતા નહિ રહે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY