ફેસબુક ટૂંકમાં જ ડેટિંગ સર્વિસ લોંચ કરશે : કરોડોને લાભ થશે

0
14

પ્રાઇવેસીની બાબતને ડેટિંગ સર્વિસ તૈયાર કરતી વેળા પ્રાથમિકતા : ફેસબુક પર ફ્રેન્ડ લિસ્ટમાં રહેલા બધા મિત્રો યુઝર્સની ડેટિંગ પ્રોફાઇલ નહીં જાઈ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવીદિલ્હી,તા. ૨
ફેસબુક ટૂંક સમયમાં જ ડેટિંગ સર્વિસ લાવવાની યોજના ધરાવે છે. સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર ડેટિંગનો અનુભવ મળી શકશે. ફેસબુકના ચીફ એક્ઝિક્યુટીવ માર્ક જુકરબર્ગે જાહેરાત કરી છે કે, દુનિયાની સૌથી મોટી સોશિયલ મિડિયા દિગ્ગજ લોકોને રોમેટિંક રિલેશનશીપમાં લાવવાના પ્રયાસ કરી રહી છે. જુકરબર્ગે ફેસબુકની વાર્ષિક એફ-૮ કોન્ફરન્સમાં સોફ્ટવેર ડેવલપર્સને આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે આ ડેટિંગ સર્વિસ મારફતે લોકોને ઓનલાઈન પારસ્પરિક રીતે જાડવામાં આવશે. જુકરબર્ગનું કહેવું છે કે, વર્તમાન સમયમાં ૨૦ કરોડ લોકોએ ફેસબુક પર પોતાને સિંગલ લિસ્ટ હોવાની વાત કરી છે. જુકરબર્ગે કહ્યું છે કે, વર્તમાન સમયમાં ૨૦ કરોડ લોકોએ ફેસબુક પર પોતાને સિંગલ લિસ્ટ કરેલા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, ચોક્કસપણે આવું કંઇ કરી શકાય છે. તેમનું કહેવું છે કે, આ ફીચર લાંબા સમય સુધી ચાલનાર સંબંધોને શોધવા માટે રહેશે. માત્ર એક કે બે વખત મળવા માટે એક માધ્યમ તરીકે આને બનાવવામાં આવશે નહીં. આ સર્વિસ વૈકલ્પિક રહેશે જેને ટુંક સમયમાં જ લોંચ કરવામાં આવશે. અલબત્ત જકરબર્ગે લોંચ માટેની કોઇ તારીખ જાહેર કરી નથી પરંતુ તેમના કહેવા મુજબ ડેટિંગ સર્વિસ બનાવતી વેળા પ્રાઇવેસીની બાબતને પ્રાથમિકતા આપવામાં આવશે. આનો મતલબ એ થયો કે, ફેસબુક ઉપર ફ્રેન્ડલિસ્ટમાં રહેલા મિત્રો કોઇ યુઝરના ડેટિંગ પ્રોફાઇલને જાઇ શકશે નહીં. અત્રે નોંધનીય છે કે, ફેસબુકને છેલ્લા ઘણા મહિનામાં સતત ડેટાની પ્રાઇવેસીને લઇને ટિકા ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. કેમ્બ્રિજ એનાલીટીકા વિવાદમાં જુકરબર્ગને પોતે યુઝર પાસે માફી માંગવી પડી હતી. ડેટાનો ઉપયોગ કરવાને લઇને ભુલની કબૂલાત કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ફેસબુક એક નવા પ્રાઇવેસી કન્ટ્રોલ ક્લિયર હિસ્ટ્રી પર પણ કામમાં વ્યસ્ત છે જેના મારફતે યુઝર્સ બ્રાઉઝિંગ હિસ્ટ્રીને ડિલિટ કરી શકશે. કંપનીએ એક બીજા બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, આ ફીચર મારફતે એવી વેબસાઇટ અને એપને જાઇ શકાશે જેનો ઉપયોગ કરતી વેળા જાણકારી પણ ઉપલબ્ધ થશે. યુઝર્સ આ માહિતીને પોતાના એકાઉન્ટથી ડિલિટ પણ કરી શકશે. આ ઉપરાંત યુઝર્સ આ ડેટાને પોતાના એકાઉન્ટમાં સ્ટોર કરવા માટે ફીચરને પણ ટર્ન ઓફ કરી શકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY