સદગત ચક્ષુદાતા ત્રિકમભાઈ માધાભાઈ અણઘણ, (ઉ.વ. ૯૫ ),રહે. ૧૦૦૩ શીવાન એવન્યુ, કતારગામ,સુરત,નું નિધન થતા સમાજસેવાના ભાગ રૂપે તેઓ ના પુત્રો ભરતભાઈ,રાજુભાઈ દીપકભાઈ,શૈલેષભાઈ તથા તેમના કુટુંબીજનો દ્રારા ચક્ષુદાન કરાવેલ.


સદગત ચક્ષુદાતા રાજેશભાઈ બસનલાલ શાહ,( ઉ.વ.૫૪ ),રહે. ૯૭,ચોર્યા કૃપા સોસાયટી,કતારગામ, સુરત,નું નિધન થતા સમાજસેવા ના ભાગ રૂપે તેમના પુત્ર શૈલેષભાઈ તથા તેમના કુટુંબીજનો દ્રારા ચક્ષુદાન કરાવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચક્ષુદાન ના પ્રેરક –રશીકભાઈ સવાણી સહાયક હતા. આમ સમાજના દરેક ડોકટરે જ્યારે વિઝીટ માટે જાય અને દર્દી મૃત જાહેર થાય ત્યારેજ તેના સ્વજનો ને ચક્ષુદાન ની પ્રેરણા આપવી જરૂરી થઇ પડે છે. વ્યવસાય સાથે ડોક્ટર આટલી સમાજ સેવા કરે તોયઅંધત્વ નિવારણ માં આગવું પ્રદાન આપી સકારાત્મક ભૂમિકા અદા કરી શકે છે. ચક્ષુદાન ની સેવા માં લોકદ્ર્ષ્ટિ બેંક અને રેડક્રોસ બેંક ના પ્રમુખ ડો.પ્રફુલભાઈ શિરોયા, દિનેશભાઈ પટેલ, ડો.હિંમતભાઈ સોજીત્રા ની ટીમે સેવા આપી હતી.અને સૌએ સદગત ને હાર્દિક શ્રધ્ધાંજલી આપી હતી.
ડો.પ્રફુલ્લ શિરોયા
9825034591
પ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુ બેન્ક
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી
ચોર્યાસી બ્રાન્ચ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






