(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુર-આગરા,તા. ૩
રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશના નવથી વધુ રાજ્યોમાં વરસાદ અને તોફાને ભારે તાંડવ મચાવ્યું હતું. આ તાંડવમાં ૧૧૦થી પણ વધુ લોકોના મોત થઇ ગયા છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા છે. બચાર અને રાહત કામગીરી તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ પંજાબના જુદા જુદા ભાગોમાં વિનાશકારી તોફાનના કારણે ઓછામાં ઓછા ૧૧૦ લોકોના મોત થયા છે. તોફાની તાંડવની સાથે સાથે નીચે મુજબ છે.
¨ દેશના રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત નવ રાજ્યોમાં તોફાનના તાંડવથી ૧૧૦થી પણ વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થઇ ગયા છે
¨ તમામ રાજ્યોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે
¨ એકલા ઉત્તરપ્રદેશમાં પ્રચંડ તોફાન અને વરસાદમાં ૬૪ લોકોના મોત થયા છે જે પૈકી ઐતિહાસિક આગરામાં ૪૫ લોકોના મોત થઇ ગયા છે
¨ રાજસ્થાનમાં જુદા જુદા ભાગોમાં પણ વાવાઝોડાથી ૩૭ના મોત થયા છે
¨ રાજસ્થાનના બીકાનેર, ભરતપુર, અલવર અને ધોલપુરમાં સૌથી વધારે નુકસાન થયું છે
¨ પ્રચંડ તોફાનની ગતિ ૧૩૫ કિલોમીટર પ્રતિકલાકની રહી છે
¨ આ જિલ્લાઓમાં સેંકડો વૃક્ષો અને વિજળીના થાંભલા તુટી ગયા છે જેથી વિજળી ડુલ થઇ ગઇ છે
¨ ચુરુ, પિલાની, દોસા અને ઝુંઝનુમાં કરા પડ્યા છે
¨ આગામી ૪૮ કલાકમાં રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં વરસાદ અને તોફાન જારી રહેશે
¨ પાટનગર જયપુરમાં પણ અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થયો
¨ તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ ગોઠવી દેવામાં આવી
¨ અલવરમાં કારથી ભરેલી એક ટ્રક ઉંધી વળી ગઈ હતી
¨ ભરતપુરમાં પણ ભારે નુકસાન થયું છે
¨ ઉત્તરપ્રદેશમાં ૩૧ જિલ્લાઓમાં પાંચમી મે સુધી એલર્ટની જાહેરાત કરાઈ છે
¨ ઉત્તરપ્રદેશમાં ૧૯ જિલ્લાઓમાં અસર થઇ છે. સૌથી વધુ ૬૪ના મોત યુપીમાં થયા છે. એકલા આગરામાં ૪૫ના મોત થયા છે
¨ બિજનૌર, સહારનપુર, ચિત્રકુટ, રાયબરેલી અને બરેલીમાં પણ ભારે નુકસાન થયું છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






