ગાંધીનગર,
તા.૩/૫/૨૦૧૮
માછીમારો પ્રત્યેનો ભાજપનો બેવડો ચહેરો બેનકાબ…
માછીમારોને લઇને ભાજપનો બેવડો ચહેરો બેનકાબ થયો છે. કેન્દ્ર દ્વારા દીવ -દમણ સંઘ પ્રદેશના માછીમારો માટે વેટ માફી જાહેર કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના માછીમાર સમુદાયમાં રોષ ભભૂકી ઉઠયો છે. ગુજરાતના માછીમારોનો આક્ષેપ છે કે કેન્દ્રની ભાજપ સરકાર વ્હાલાદવલાની નીતી અપનાવાઇ રહી છે. જેના કારણે ગુજરાતના માછીમારોને અન્યાય થઇ રહ્યો છે. ગુજરાતના માછીમારોની નીકળતી વેટની કરોડોની રકમ હજુ સુધી ચુકવાઇ નથી.
એવામાં દીવ દમણમા કરોડો રૂપીયાની વેટ માફીની લહાણીની જાહેરાત કરવામા આવી છે. તાજેતરમા જ કેન્દ્ર સરકારે સંઘ પ્રદેશ દીવ -દમણના માછીમાર સમુદાયને આગામી પાંચ વર્ષ માટે ડીઝલમા વેટ રીફંડ આપવાની જાહેરાત કરાઇ છે. જા કે આ જાહેરાત સાથે માછીમારો પ્રત્યેનો ભાજપનો બેવડો ચહેરો બેનકાબ થયો છે. કેમ કે ગુજરાતની ભાજપ સરકારે વરસોથી માછીમારોને વેઠ રીફંડ નથી આપ્યુ. એક તરફ સંઘ પ્રદેશના માછીમારો માટે કેન્દ્રની ભાજપ સરકાર લહાણી કરી છે તો બીજી તરફ ગુજરાતના માછીમારો માટે રાજયની ભાજપ સરકાર વેટ રીફંડની ચૂકવણીમાં ઠાગાઠૈયા કરી રહી છે.
રાજય સરકાર મોટી મોટી જાહેરાતો તો કરી દે છે તેમ છતા માછીમારોને હકીકતમાં કઇ ન મળવાનો આક્રોશ પણ વ્યકત કર્યો હતો. વેરાવળનો મોટા ભાગનો માછીમાર સમાજ ભાજપને જીતાડતો આવ્યો છે. આવામાં દીવના માછીમારોને ફાયદાની લહાણી કરતુ ભાજપ વેરાવળના માછીમારો પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવી રહ્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"