ગયા વર્ષે બજેટમાં ૩૯૭૨ કરોડ રૂપિયા ફળવાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા. ૩
કેન્દ્ર સરકાર લઘુમતિઓના કલ્યાણની એક યોજનાના નેટવર્કને વધારી દેવાની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હવે ૧૯૬ જિલ્લાની જગ્યાએ ૩૦૮ જિલ્લામાં અમલી કરવામાં આવનાર છે. લઘુમતિ કલ્યાણ યોજનાના નેટવર્કને વધારે ફેલાવી દેવાના નિર્ણય બાદ મોટી સંખ્યામાં લઘુમતિ સમુદાયના લોકોને સીધો ફાયદો થશે. શિક્ષણ, આરોગ્ય અને કૌશલ વિકાસ માટે સામાજિક-આર્થિક માળખામાં સુધારાની આ સ્કીમ હાલમાં દેશના ૧૯૬ જિલ્લામાં અમલી છે. આના માટે ગયા વર્ષે બજેટમાં ૩૯૭૨ કરોડ રૂપિયાની ફાળવણી કરવામં આવી હતી. હાલમાં આ પ્રોગ્રામ ૨૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અમલી છે. હવે તેને ૩૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવનાર છે. જે રાજ્યોના વધુને વધુ લોકોને આ યોજનાનો લાભ મળનાર છે તેમાં ઉત્તરપ્રદેશ ( ૪૩), મહારાષ્ટ્ર ( ૨૭), કર્ણાટક, બંગાળ અને રાજસ્થાન ૧૬-૧૬), ગુજરાત અરૂણાચલપ્રદેશ કેરળ ( ૧૩-૧૩) તમિળનાડુ (૧૨), મધ્યપ્રદેશ (૮), હરિયાણા અને મણિપુર (૭-૭) અને પંજાબ (૨)નો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ હેઠળ લઘુમતિ વસ્તીવાળા વિસ્તારોમાં સ્કુલ, હોસ્ટેલનુ નિર્માણ કરવામાં આવનાર છે. સાથે સાથે અન્ય વિકાસની યોજના પણ હાથ ધરવામાં આવનાર છે. લઘુમતિ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ ૩૩ ટકાથી ૪૦ ટકા સુધી સંશાધન અને ખાસ કરીને મહિલા કેન્દ્રિત યોજના માટે ફાળવવામાં આવનાર છે. મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આયોજના હેઠળ ૮૦ ટકા સંશાધનોને શિક્ષણ, આરોગ્ય, કૌશળ વિકાસ સાથે સંબંધિત યોજના માટે નિર્ધારિત કરવામાં આવનાર છે. મંત્રાલયના કહેવા મુજબ આ પછાતપણાના માપદંડ પર રાષ્ટ્રીય સરેરાશ અને લઘુમતી સમુદાયની વચ્ચે અંતરને ઘટાડી શકશે. આ પ્રોગ્રામ વર્ષ ૨૦૦૮માં લોંચ કરાયા બાદ તેમાં સફળતા મળી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"