બોલો..બીઆરટીએસ સસ્તી હોવા છતાં મુસાફરો રીક્ષા કે ટેક્ષી ૫સંદ કરે છે

0
34

અમદાવાદ,
તા.૪/૫/૨૦૧૮

આમ તો સસ્તી અને સલામત મુસાફરી હોવાછતાં બહારથી આવતા ઘણા સામાન્ય આર્થિક વર્ગના મુસાફરો ૫ણ બીઆરટીએસના બદલે રીક્ષા કે ટેક્ષીની મોંઘી અને ખર્ચાળ મુસાફરી ૫સંદ કરે છે. તેની પાછળનું કારણ બીઆરટીએસમાં ચૂકાઇ જતા સ્ટોપ છે ! બહારથી આવતા લોકોને ચોક્કસ સ્ટોપનો ખ્યાલ હોતો નથી. બીજી તરફ બીઆરટીએસમાં હાલ ફક્ત વોઇસ દ્વારા જ આગળના સ્ટો૫ની જાણકારી આ૫વામાં આવે છે. ઘણી બસમાં તો આવી વ્યવસ્થા ૫ણ નથી.

માટે બહારથી આવતા લોકો ભૂલા પડવાના બદલે ચોક્કસ સ્થળ સુધી ૫હોંચવા મોંઘી ૫ડતી હોવાછતાં રીક્ષા કે ટેક્ષીની મુસાફરી ૫સંદ કરે છે. છેલ્લા સાત વર્ષમાં આવી રીતે બીઆરટીએસમાં ૧.૫૦ લાખથી વધુ મુસાફરો મંઝીલ ચૂકી ગયા છે. ત્યારે હવે મુસાફરો પોતાની મંઝીલ ન ચૂકી જાય તે માટે વિદ્યાર્થીઓએ વગર ખર્ચનો એક વિશેષ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. વિશ્વકર્મા એન્જનિયરિંગ કોલેજનાં સ્ટુડન્ટસે સ્માર્ટ બીઆરટીએસ પ્રોજેક્ટ બનાવ્યો છે.

પ્રોજેક્ટને બીઆરટીએસમાં લાગુ કરવાથી કોર્પોરેશનને કોઇ વધારાનો ખર્ચ લાગશે નહી. કારણ કે, પ્રોજેક્ટમાં માત્ર એક મોટી ડિસપ્લે જ છે, જેના ડેટાબેઝમાં બીઆરટીએસ રૂટનાં બધા સ્ટેશન આવરી લેવાયા છે. ડિસપ્લેમાં સંપુર્ણ રૂટ સાથે બસનું કરન્ટ લોકેશન પણ રજૂ કરાશે. ઉપરાંત રૂટ આવતા બધા સ્ટેશનનાં નામ પણ ડિસપ્લમાં જાઇ શકાશે. જેથી બીઆરટીએસમાં બહારનાં લોકો સહેલાઇથી મુસાફરી કરી શકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY