મની લોન્ડરિંગ કેસમાં છગન ભુજગળને બે વર્ષ પછી મળ્યા જામીન

0
8

મુંબઈ,તા.૪
મહારાષ્ટ્ર્ સદન કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસના આરોપમાં મુંબઈની આર્છર રોડ જેલમાં બંધ રાષ્ટ્ર્વાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી છગન ભુજગળને આજે જામીન આપવામાં આવ્યા છે. તેઓ બે વર્ષથી જેલમાં બંધ હતા. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં ૭૧ વર્ષના નેતા છગન ભુજગળ બીમાર હોવાનું પણ જાણવા મળ્યું હતું.
ગયા વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટ તરફથી પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જાગવાઈ પછી ભુજગળે જામીન અરજી દાખલ કરી હતી. આ જાગવાઈઓને એક્ટમાંથી હટાવ્યા પછી કાયદા અંતર્ગત જેલમાં બંધ લોકોને જામીન મળવાનું સરળ થઈ ગયું છે.
નોંધનીય છે કે, ભુજગળના વકીલે અરજીમાં દાવો કર્યો હતો કે, ભુજગળની આમાં કોઈ ભૂમિકા નથી. તેઓ છેલ્લા બે વર્ષથી જેલમાં બંધ છે. ઘટનાની સમગ્ર તપાસ કરી દેવામાં આવી છે. તે સિવાય તેમની ઉંમર પણ ૭૧ વર્ષ છે. તેથી તેમની જામીન અરજી પર સહાનુભૂતિ રાખીને પણ વિચાર કરી શકાય.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કાયદાની કલમ ૪૫ને પણ ગેરકાયદેસર ગણાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY