ન્યુ દિલ્હી,તા.૨૩
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદ્દીન સોઝએ ફરી એક વખત વિવાદિત નિવેદન કરી દીધું છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કÌšં છે કે, સરદાર પટેલ કાશ્મીર પાકિસ્તાનને આપી દેવા માગતા હતા. જ્યારે જવાહરલાલ નહેરુ આ વાતથી સહમત નહોતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ ક્્યારે સ્થપાશે? તેવા સવાલના જવાબમાં સોઝએ કહ્યુ છે કે, શાંતિ માટે બોર્ડર બદલવાની જરૂર નથી અને બંને દેશો વચ્ચે વાતચીત સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.
કાશ્મીર પર આવનારા તેમના પુસ્તક વિશે થોડા દિવસ પહેલાં વિવાદ થયો હતો. જાકે આ વિશે સોઝએ કહ્યુ છે કે, તેમાં એવી કોઈ વિવાદિત વાત નથી કે જેના કારણે કોંગ્રેસ નારાજ થાય. સોઝએ જણાવ્યું કે, મેં પુસ્તકમાં લખ્યું છે કે, સરદાર પટેલ ઈચ્છતા હતા કાશ્મીર પાકિસ્તાનને આપી દેવામાં આવે. પરંતુ નહેરુ કાશ્મીરને ભારતના પક્ષમાં રાખવા માગતા હતા. છેલ્લી ઘડી સુધી પટેલ ઈચ્છતા હતા કે કાશ્મીર પાકિસ્તાનને આપી દેવામાં આવે. તેમણે એવું પણ કÌšં છે કે, બળ પ્રયોગથી કાશ્મીરના મુદ્દાનો ઉકેલ નહીં આવે, વાતચીતથી જ કોઈ રસ્તો નીકળશે.
સોઝએ શનિવારે કÌšં છે કે, કાશ્મીરમાં સેના આર્મડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્સ ( છહ્લજીઁછ)નો દૂર ઉપયોગ કરે છે. સોઝએ રાજ્યસભાના સાંસદ ગુલામ નબી આઝાદની એ વાતને પણ સમર્થન આપ્યું હતું કે, કાશ્મીરમાં સેનાની કાર્યવાહીમાં સ્થાનિક નિર્દોષ લોકોના પણ મોત થાય છે.
સોઝએ આ પહેલાંના નિવેદનમાટે બીજેપીનો ખૂબ વિરોધ કર્યો છે. પાર્ટી પ્રવક્તા રવિ શંકર પ્રસાદે સોઝેના તે નિવેદનનો ઉલ્લેખ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરના લોકો આઝાદીને મહત્વ આપે છે અને પછી પૂછ્યું કે શું રાહુલ ગાંધી આઝાદ અને સોઝએ વિરુદ્ધ કાર્યવાહી કરશે. સોઝએ તેમના આઝાદી વાળા નિવેદન વિશે એુ જ કÌšં હતું કે, એક સામાન્ય કાશ્મીરી ખરેખરમાં આઝાદી જ ઈચ્છે છે. પરંતુ તે શક્્ય નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"