ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ માં આવેલ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી નહીં મળતા સ્થાનિકોએ પાલિકા કચેરી પર હલ્લાબોલ કાર્યક્રમ યોજયો હતો.
હાલમાં ચાલી રહેલ ઉનાળાની ઋતુમાં નગરજનોની પ્રાથમિક જરૂરિયાત પીવાના પાણીની હોય છે ત્યારે છેલ્લા એક મહિનાથી ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર દસ ના વિસ્તારમાં પીવાનું પાણી પૂરતાં પ્રમાણમાં આવતું નહીં હોવાથી ભર ઉનાળે લોકોએ પાણીની અછતનો સામનો કરવો પડી રહયો છે.
ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીથી માંડ અડધો કિલોમિટર દુર આવેલ ચુનારવાડ વિસ્તારના રહિશોને પારાવાર મુસ્કેલી સામનો કરવો પડી રહ્યો છે અને આગામી સત્તર તારીખ થી મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ શરૂ થવાનો હોઈ નગરપાલિકાના અધિકારીઓ પદાઅધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આજ રોજ વોર્ડ નંબર દસ ના સ્થાનિક રાહીશોએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું. સ્થાનિકો એ તંત્ર ને ચીમકી આપી હતી કે જો વહેલી તકે પૂરતા પ્રમાણમાં પાણી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરાશે.
જોકે આ અંગે નગરપાલિકા ના અધિકારીએ વહેલી તકે આ પ્રશ્ન હલ કરી લોકોને પાણી મળી રહેશે તેવી બાંહેધરી આપતાં વિફરેલ નગરજનો શાંત પડ્યા હતા,હોવી જોવાનું એ રહે છે કે આપેલ હૈયાધારણ મુજબ પાલિકા તંત્ર પાણી પહોંચાડી શકશે કે બહુલક મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તાર માં રમજાન માસ માં પાણી નો કકળાટ ચાલુ રહેશે?
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






